Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DCP નકુમનો બચાવ કરનાર ભાજપ નેતા સામે વકીલોએ મોરચો માંડ્યો:એસો.ના પ્રમુખે કહ્યું- 'મુકેશ ગુજરાતીમાં HCના પટાવાળાની પણ લાયકાત નહીં, પદ પરથી દૂર કરવા માગ

    1 day ago

    સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને પસંદ ન પડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે.’ ભાજપ નેતાની આ હરકતને લઈ ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીના નિવેદનને વખોડવામાં આવ્યું. ગુજરાતીને તેના પદ પરથી દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવા નિર્ણય કરાયો. હાઈકોર્ટ દ્વારા રાજદીપસિંહ નકુમ સામે દાખલ થયેલ સુઓ મોટો અરજીમાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરાશે. મુકેશ ગુજરાતીમાં હાઈકોર્ટના પટાવાળા બનવાની પણ લાયકાત નહીં- યતીન ઓઝા હાઈકોર્ટના જજ વિરુદ્ધ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ કરેલી વિવાદિત પોસ્ટના વિરોધમાં ઠરાવ કરવા હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો એકઠા થયા. એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, આ કોઈ જજની વાત નથી, કોર્ટની ગરિમાની વાત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને બાર તરફથી મેસેજ મોકલાશે કે. તેઓ મુકેશ ગુજરાતીને ભાજપ પાર્ટીમાંથી કાઢી મૂકે. મોટા ભાગના વકીલો પ્રમુખની વાતનું સમર્થન કર્યું. ડીસીપી નકુમ સામેની સુઓમોટો અરજીમાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરાશે યતીન ઓઝાએ વધુમાં જણાવ્યું કે, DCP રાજદીપસિંહ નકુમ સામે ચીફ જસ્ટિસની કોર્ટ દ્વારા લેવાયેલી સૂઓ મોટો અરજીમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ઇન્ટરવેન્શન અરજી દાખલ કરવામાં આવશે. યતીન ઓઝાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, આજે એડવોકેટ એસોસિએશનની મળેલી બેઠકમાં મુકેશ ગુજરાતીના નિવેદનને સખત શબ્દમાં વખોડી કાઢવામાં આવ્યું છે. મુકેશ ગુજરાતીએ પોસ્ટ કરી લખ્યું- 'જજમાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવે' સુરતમાં DCP રાજદીપસિંહ નકુમ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવાને મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, DCP નકુમ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે ચીફ જસ્ટિસે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનુ અનાદર કરનાર પોલીસ અધિકારીને હોદા ઉપર રાખીને તપાસ કરી શકાય નહીં, તેમની બદલી કરવામાં આવે. રાજદીપ સિંહ નકુમની બદલી કરવાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સૂચનાથી સુરત ભાજપ નેતા મુકેશ ગુજરાતીને લાગી આવ્યું હતું અને તેઓએ હાઇકોર્ટના જજ વિરુદ્ધ અયોગ્ય લખાણની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. જે વાયરલ થતા વકીલ આલમમાં રોષ ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    “પાપનો ઘડો ભરાઈ ગયો એટલે પત્રકારોને કાઢ્યા”:જૂનાગઢ મનપાની સાધારણ સભામાં મીડિયા પર પ્રતિબંધથી ભારે હોબાળો, વિપક્ષ અને મીડિયાકર્મીઓનો બહિષ્કાર
    Next Article
    સુરતમાં એમ્બ્રોઈડરી વર્કર્સ પર પોલીસનો લાઠીચાર્જ, VIDEO:પથ્થરમારો કરતા PCB જવાન ઈજાગ્રસ્ત, બોનસ અને રજા મુદ્દે 500 પરપ્રાંતીયોનું ટોળું ઉગ્ર બનતા રાયોટિંગનો ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment