Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મોકૂફ:ભાજપમાં આંતરિક વિખવાદના આક્ષેપ, પૂર્વ ડિરેક્ટરે કહ્યું-પશુપાલકોને દૂધના વધેલા ભાવો આપ્યા નથી

    1 week ago

    સુરતની સુમુલ ડેરી ખાતે આજે 17 ઓગસ્ટે યોજાનાર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મોકૂફ રાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. એક તરફ એવો ગંભીર આક્ષેપ છે કે, ભાજપમાં મેન્ડેટ આપવા મુદ્દે થયેલી ભારે વિવાદ અને આંતરિક જૂથબંધીને કારણે ચૂંટણી પાછી ઠેલવી પડી છે. જ્યારે બીજી તરફ, ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સિટી પ્રાંત (ઉત્તર) અડાજણની કચેરીએ સત્તાવાર મેસેજ પાઠવીને કહ્યું હતું કે, ચૂંટણી વહીવટી કારણોસર હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, અને નવી તારીખ-સમય નક્કી થયે જાણ કરવામાં આવશે. ભાજપમાં આંતરિક વિખવાદની શક્યતાએ ચૂંટણી સ્થગિત સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીમાં કુલ 15 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તમામ ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા ડિરેક્ટરો તથા સંગઠનના અગ્રણીઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આજે સોમવારે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને હોદ્દેદારોની પસંદગીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરાવાની હતી. પરંતુ પ્રમુખ-ઉપપ્રમુખના નામો અંગે મોવડી મંડળમાં સર્વસંમતિ ન સધાતા અને આંતરિક વિખવાદ વધવાની શક્યતા જોતાં ચૂંટણી છેલ્લી ઘડીએ સ્થગિત કરવામાં આવી હતી. વહીવટદારની મુદત પૂર્ણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા સોંપવામાં વિલંબ ચૂંટણી મોકૂફ રહેતા સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશભાઇ પટેલે (દેલાડ) જણાવ્યું હતું કે, 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ મહિનો વીતી ગયો હોવા છતાં ચૂંટણી મુલતવી રાખવી એ પશુપાલકોનું ઘોર અપમાન છે. સહકાર વિભાગની મનમાનીને કારણે એક વર્ષ સુધી વહીવટદાર મુકાયા હતા અને 12મી ઑગસ્ટે મુદત પૂર્ણ થયા છતાં લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા સોંપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. 'પશુપાલકોને દૂધના વધેલા ભાવો આપવામાં આવ્યા નથી' જયેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ મહિના અગાઉ સમગ્ર ગુજરાતમાં દૂધના પ્રાપ્તિ ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં, સુમુલ ડેરીમાં વહીવટદાર શાસનને કારણે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને દૂધના વધેલા ભાવો આપવામાં આવ્યા નથી. સત્તાના રાજકારણમાં અને વહીવટી અવ્યવસ્થા વચ્ચે લાખો પશુપાલકો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. 10 દિવસનું અલ્ટીમેટમ અને ઘેરાવ સાથે આંદોલનની ચીમકી ચૂંટણી રદ થતાં સમગ્ર સહકારી આલમ અને પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પૂર્વ ડિરેક્ટરે ચેતવણી આપી છે કે આગામી 10 દિવસની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં નહીં આવે, તો દક્ષિણ ગુજરાતના લાખો પશુપાલકો સાથે મળીને ગાંધીચીંધ્યા માર્ગે સુમુલ ડેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ડેરીનો વહીવટ પશુપાલકોના હાથમાં સોંપવા માટે ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠક યોજાઈ:નવા હોદ્દેદારોની નિમણૂક સાથે સન્માન સમારોહ યોજાયો
    Next Article
    ब्रिटेन में एक के बाद एक बदले प्रधानमंत्री, नेहरू का रिकॉर्ड तोड़ने की भी चिंता नहीं!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment