Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠક યોજાઈ:નવા હોદ્દેદારોની નિમણૂક સાથે સન્માન સમારોહ યોજાયો

    1 week ago

    સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાષ્ટ્રીય સંયોજક ધીરેનભાઈ શુક્લની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોને નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ યુવરાજસિંહ મોરી, પ્રદેશના નવનિયુક્ત મંત્રી જગદીશસિંહ રાણા, જિલ્લા અધ્યક્ષ દિપકસિંહજી ઝાલા, જિલ્લા મહામંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તથા પૂર્વ આર્મી જવાન બળવંતસિંહ ભાટી અને પાટડી વણિન્દ્ર ધામના પ્રમુખ ભાવેશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશના નવનિયુક્ત મંત્રી જગદીશસિંહ રાણાને પ્રદેશ મંત્રી તરીકેની નવી જવાબદારી બદલ સંગઠન દ્વારા ફળ અને સાકરનો પડો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક અને સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર ભાવિનભાઈ કાવેઠીયા, ગૌરક્ષક વિપુલભાઈ ગૌ, જાણીતા યુટ્યુબર સફીકકાકા અને રામજીભાઈ પનારા સહિતના વ્યક્તિઓનું પણ નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા પ્રમુખ દિપકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠનમાં જિલ્લા મહામંત્રીની ખાલી પડેલી જગ્યા પર ભરતભાઈ રૂપાભાઈ ભુવાની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક બદલ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી દુષ્યંતભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ગણેશજીની પ્રથમ આગમન યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા, 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ ગૂંજ્યા
    Next Article
    સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મોકૂફ:ભાજપમાં આંતરિક વિખવાદના આક્ષેપ, પૂર્વ ડિરેક્ટરે કહ્યું-પશુપાલકોને દૂધના વધેલા ભાવો આપ્યા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment