Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદનથી રાજકારણ ગરમાયું:હર્ષ સંઘવીએ યુપીએના નક્સલવાદના રેકોર્ડ પર સવાલો ઉઠાવ્યા

    9 hours ago

    કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમના એક નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર “I am proud to be a dimagi naxal!” લખ્યા બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર આકરો પ્રહાર કર્યો છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “Shocked? Not at all.” ત્યારબાદ તેમણે યુપીએ સરકારના સમયગાળા દરમિયાન નક્સલવાદ અને આંતરિક સુરક્ષાને લઈને કોંગ્રેસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. UPAના કાર્યકાળમાં નકસલવાદને વેગ મળ્યાનો સંઘવીનો દાવો સંઘવીએ દાવો કર્યો કે પી. ચિદમ્બરમના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળ અને યુપીએ સરકાર દરમિયાન નક્સલવાદને વેગ મળ્યો હતો. તેમણે 2004થી 2014 દરમિયાન નક્સલવાદ સામેની લડાઈમાં આશરે 1,913 પોલીસકર્મીઓ અને સીઆરપીએફ જવાનોના મોત થયાનો ઉલ્લેખ કર્યો. તેમણે વધુમાં દાવો કર્યો કે યુપીએના શાસન દરમિયાન નક્સલી હુમલાઓમાં 5,019થી વધુ ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે પોલીસ શસ્ત્રાગારોમાંથી 92 ટકા નક્સલી હથિયારો લૂંટાયા હોવાનો પણ આક્ષેપ કર્યો. સંઘવીએ 2013માં 182 જિલ્લાઓ નક્સલ હિંસાની અસર હેઠળ હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે યુપીએ સરકારનો આંતરિક સુરક્ષાનો રેકોર્ડ પોતે જ ઘણું કહી જાય છે. ચિદમ્બરની પોસ્ટથી વિવાદ આ સમગ્ર મામલાની શરૂઆત ચિદમ્બરમની સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી, જેમાં તેમણે પોતાને “દિમાગી નક્સલ” ગણાવતા ગર્વ હોવાનું લખ્યું હતું. તેમના આ નિવેદનને લઈને ભાજપ તરફથી પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે અને હર્ષ સંઘવીએ જૂના નક્સલવાદના આંકડા ટાંકીને કોંગ્રેસ અને યુપીએ સરકારને નિશાન બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાએ કાનમાં પહેરેલા ઘરેણાની લૂંટ:મહુવાના નાના અસરાણા ગામે વૃદ્ધ દંપતી ભરઊંઘમાં હતું ત્યારે જ ત્રાટકેલા બે શખસોએ ગુનાને અંજામ આપ્યો
    Next Article
    After Hyderabad, Top Bengaluru Law College Opposes Invitation To Chief Justice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment