Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાએ કાનમાં પહેરેલા ઘરેણાની લૂંટ:મહુવાના નાના અસરાણા ગામે વૃદ્ધ દંપતી ભરઊંઘમાં હતું ત્યારે જ ત્રાટકેલા બે શખસોએ ગુનાને અંજામ આપ્યો

    8 hours ago

    ભાવનગરના મહુવા તાલુકાના નાના આસરણા ગામે વૃદ્ધ દંપતી મોડી રાત્રીના ગાઢ નિંદ્રામાં સુતું હતું તે વેળાએ બે અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી વૃદ્ધાએ કાનમાં પહેરેલ કિ.40 હજારના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. વૃદ્ધા ને કાનમાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે વૃદ્ધએ બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ઊંઘી રહેલા વૃદ્ધાનું મોઢું દબાવી લૂંટને અંજામ અપાયો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, મહુવા તાલુકાના નાના આસરણા ગામે રહેતા મનુભાઇ રામભાઈ નકુમ ઉ.વ 75 એ ખુંટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.14.8 ના તેઓ તેમના પત્નિ ઘરે ઓસરીમાં સુતા હતા દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સે તેમના ઘરમાં પ્રવેશ કરી તેમની પત્ની દવલબેન (ઉ.વ 70) સુતા હતા તે વેળાએ તેમના કાનમાં પહેરેલ ઘરેણાં કાઢવા જતા તે ગાઢ નિદ્રા માંથી જાગી જતા બાદ એક શખ્સે તેમને મોઢું દબાવી અને અન્ય શખ્સે ગળું દબાવી તેંમના જમણા કાનમાંથી પીતળની ધાતુની ખોટી ત્રણ કડી (પાંચ ગ્રામ) ત્યારબાદ તેમના ડાબા કાનમાં ઈજાઓ પહોંચાડી સોનાની એક ટોટી (ચાર ગ્રામ) બન્ને શખસ ખોટી ત્રણ કડી તેમજ સોનાની ટોટી મળી કુલ કિ.રૂ. 40,000 ના ઘરેણાં લૂંટ કરી નાસી છૂટ્યા હતા. બાદ તેમના પત્નીને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે ફરિયાદના અનુસંધાને પોલીસે બે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 309(6), 331(6), 135, 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના હીરા બજારમાં લાખોની કિંમતના હીરાની ચોરી:નિલમ શોપિંગની હીરાની ઓફિસમાં બની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ
    Next Article
    ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદનથી રાજકારણ ગરમાયું:હર્ષ સંઘવીએ યુપીએના નક્સલવાદના રેકોર્ડ પર સવાલો ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment