Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસમાં કૃષિમંત્રી વાઘાણીએ સપરિવાર સોમનાથ દર્શન કર્યા:સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા કરી, ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું

    10 hours ago

    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સપરિવાર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’માં ભાગ લીધો હતો અને પરિવારની સુખ-સમૃદ્ધિ તેમજ રાજ્યના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ મહાપૂજામાં મંત્રી વાઘાણીએ અખંડ દીપ સમક્ષ પૂજા કરી હતી. તેમણે શ્રી સોમનાથ મહાદેવને પંચામૃત અને પવિત્ર ગંગાજળ સહિતના પૂજનીય દ્રવ્યો અર્પણ કરી શાસ્ત્રોક્ત વિધિથી અર્ચન કર્યું હતું. શ્રાવણ માસના કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 મે, 2026ના રોજ ‘સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’નો પ્રારંભ કરાયો હતો. સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાનની ભાવનાને ઉજાગર કરવાના આધ્યાત્મિક સંકલ્પ સાથે આ વિશેષ પૂજાનું આયોજન થાય છે. પૂજા સંપન્ન થયા બાદ મંત્રીએ ઢોલ-શરણાઈના નાદ વચ્ચે ધ્વજારોહણ કર્યું હતું. ત્યારબાદ તેમણે સોમનાથના દર્શનાર્થે આવેલા ભક્તો સાથે ‘હર હર મહાદેવ’ના જયઘોષમાં ભાગ લીધો હતો. મંત્રી વાઘાણીએ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ સ્મૃતિવંદન કર્યું હતું. શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ કૃષિમંત્રી વાઘાણીએ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે ગૌમાતાનું પૂજન કર્યું અને ગૌસેવામાં જોડાયેલા સેવકોની કામગીરીને બિરદાવી હતી. આ પ્રવાસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ વતી તેમણે કૃષિમંત્રીને સોમનાથ મહાદેવની તસવીર અને પ્રસાદ ભેટ આપી સન્માન કર્યું હતું. શ્રાવણ માસના પાવન અવસરે મંત્રીની આ મુલાકાત ધાર્મિક આસ્થા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    સાસણ ગીરમાં હોમસ્ટે-ધાબા ધારકો પર તંત્રની કાર્યવાહીથી રોષ:​ઇકો ઝોન નિયમો અને દંડની કનડગત સામે સાસણ ગીરમાં ખેડૂતો અને સંચાલકો એકઠા થયા: ધારાસભ્યોએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી
    Next Article
    Before Bangladesh PM Tarique Rahman Visits India, Dhaka Wants Sheikh Hasina Back

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment