Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મુક્તિધામમાં અતિ આધુનિક પંખી ઘરનું ખાતમુહૂર્ત:ગ્રીન મેન સી.એલ. ભીકડીયાના પ્રયાસથી નિર્માણ પામશે

    15 hours ago

    બોટાદ મુક્તિધામ ખાતે અતિ આધુનિક કલાત્મક પંખી ઘર (બહુમાળી પંખી આવાસ) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના રાજયોગીની નીતા દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પંખી ઘર 'ગ્રીન મેન' સી.એલ. ભીકડીયાના અથાગ પરિશ્રમથી નિર્માણ પામશે. આ પંખી ઘર સ્વ. મેહુલભાઈ રમણલાલ રોહિશાળિયા (યુએસએ) ના સ્મરણાર્થે ઈશ્વરભાઈ ધરમશીભાઈ કળથીયા અને બોટાદ મુક્તિધામ નવનિર્માણ સમિતિના આર્થિક સૌજન્યથી બનશે. આ પ્રોજેક્ટ માટે આદિજિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ અને અમીજરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન, અમદાવાદ તરફથી શુભ પ્રેરણા મળી છે. બોટાદનું મુક્તિધામ ગુજરાતનું ગૌરવરૂપ હરિયાળું અને સુંદર સ્થળ છે. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થાના પર્યાવરણ પ્રેમી સી.એલ. ભીકડીયાના પ્રયાસોથી બોટાદ શહેરના વિવિધ સમાજ, જ્ઞાતિઓ, સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી તેનું નિર્માણ થયું છે. તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે જીવદયા પ્રેમીઓ, મુક્તિધામના ચેરમેન સી.એલ. ભીકડીયા, ઈશ્વરભાઈ ધરમશીભાઈ કળથીયા, પ્રમેશભાઈ શાહ, એન્જિનિયર પાટડીયા, અશોકભાઈ શાહ, રાજુભાઈ વોરા, કિશોરભાઈ શાહ, જીવરાજભાઈ કળથીયા, પરષોત્તમભાઈ સાંકળિયા, કિરણબેન (ગોપી ડ્રેસીઝ) અને બિપીનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી કર્મચારીઓનું ઉગ્ર આંદોલનનું એલાન:ગાંધીનગરમાં રાજ્ય લેવલની કારોબારી બેઠકમાં નિર્ણય, ચાર વર્ષથી અટકેલા વેતનવધારા અને શોષણ સામે લડત આપશે
    Next Article
    પ્રભાસ પાટણમાં 78 યુનિટ રક્ત એકત્ર કરાયું:રેડ ક્રોસ-GNRF દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment