Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં 78 યુનિટ રક્ત એકત્ર કરાયું:રેડ ક્રોસ-GNRF દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

    15 hours ago

    સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રભાસ પાટણ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા અને ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 78 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુસુફભાઈ અત્તારીના હસ્તે કરવામાં આવ્યું હતું. અફઝલ સાહેબ, યુસુફ પટેલ, યુસુફ કાકીઝા અને સૈયદ આરી બાપુ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અશરફ રજાક અને ઇકબાલભાઈ અત્તારી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઓન. સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કરે સમગ્ર કાર્યક્રમની કામગીરીનું માર્ગદર્શન અને નિરીક્ષણ કર્યું હતું, તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રેડ ક્રોસ મેનેજમેન્ટ સ્ટાફ વતી ડૉ. ખેવના કારાવડિયાના માર્ગદર્શન હેઠળ તેમની ટેકનિકલ ટીમના સભ્યો ઇશિતા પંડ્યા, ધ્રુવ દવે, રમેશ વાયલુ અને કેવલ બારડે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન રાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો સાથે સંકળાયેલું છે. આ સંસ્થા જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વિના આરોગ્ય, શિક્ષણ, વ્યસનમુક્તિ અને સમાજ સેવાના કાર્યો કરે છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ઇમરાન ખાનના નેતૃત્વ હેઠળ અગાઉ રક્તદાન, વ્યસનમુક્તિ, ઉનાળામાં પાણીના પરબ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન જેવા કાર્યક્રમો યોજી સમાજ સેવા કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ મુક્તિધામમાં અતિ આધુનિક પંખી ઘરનું ખાતમુહૂર્ત:ગ્રીન મેન સી.એલ. ભીકડીયાના પ્રયાસથી નિર્માણ પામશે
    Next Article
    "Biggest Upset, Embarrassing": Australia Greats Tear Into Pat Cummins' Side After Bangladesh Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment