Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ:પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ચીન સામે ટક્કર; ગોલકીપર સવિતા પર નજર

    1 day ago

    મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આજે પોતાની પહેલી મેચ રમશે. ટીમનો મુકાબલો ચીન સામે થશે, જે પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ છે. પૂલ-Dનો આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. ભારતના ગ્રુપમાં ચીન, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ છે. ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં હારથી ભારત માટે આગામી બંને મુકાબલા 'કરો યા મરો' બની જશે. ભારત સામે ચીનનું પલડું ભારે વર્લ્ડ રેન્કિંગમાં ચીન ચોથા અને ભારત નવમા સ્થાને છે. ચીનનું પલડું હંમેશા ભારે રહ્યું છે. બંનેની છેલ્લી ટક્કર 2025 એશિયા કપ ફાઇનલમાં થઈ હતી. ત્યારે ચીને ભારતને 4-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી પેરિસ ઓલિમ્પિકમાં પણ ચીની ટીમે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ગોલકીપર સવિતાનો ત્રીજો વર્લ્ડ કપ ગોલકીપર સવિતા પુનિયા 313 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. આ તેમનો ત્રીજો હોકી વર્લ્ડ કપ છે. તે બે ઓલિમ્પિક અને ત્રણ એશિયન ગેમ્સ પણ રમી ચૂકી છે. તેના પર દબાણની સ્થિતિમાં ટીમને સંભાળવાની જવાબદારી રહેશે. આ ઉપરાંત, ડ્રેગ ફ્લિકર દીપિકા અને નવનીત શાનદાર ફોર્મમાં છે. દીપિકાએ નેશન્સ કપ 2026માં 6 ગોલ કર્યા હતા. આ ટુર્નામેન્ટ ભારતે જીતી હતી. જ્યારે નવનીત કૌરે પણ એશિયા કપ અને વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ગોલ કર્યા હતા. 11 ખેલાડીઓ પહેલીવાર વર્લ્ડ કપ રમી રહી છે ભારત 20 ખેલાડીઓના સ્ક્વોડ સાથે ટુર્નામેન્ટમાં ઉતર્યું છે. તેમાં 11 ખેલાડીઓ એવી છે જે પ્રથમ વખત વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમશે. ભારતીય ટીમે ટુર્નામેન્ટ પહેલા યજમાન નેધરલેન્ડ્સ સામે પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. ભારત સલીમા ટેટેની આગેવાનીમાં અને ડચ કોચ શોર્ડ મારિનના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ રમી રહ્યું છે. બન્ને ટીમન સ્ક્વોડ ભારત: સવિતા, બિચુ દેવી ખરીબામ, ઇશિકા ચૌધરી, સુશીલા ચાનુ પુખરંબમ, લાલથંતલુઆંગી, જ્યોતિ, શિલ્પી ડબાસ, નિક્કી પ્રધાન, સાક્ષી રાણા, સુનેલિતા ટોપ્પો, સલીમા ટેટે (કેપ્ટન), નેહા, દીપિકા સોરેંગ, લાલરેમસિયામી, રુતુજા દાદાસો પિસલ, નવનીત કૌર, દીપિકા, ઇશિકા, બલજીત કૌર, બ્યુટી ડુંગડુંગ. ચીન: લિયુ પિંગ, લી ટોંગ, યાંગ લિયુ, ઝાંગ યિંગ, ચેન યી, મા નિંગ, ઝોંગ જિયાકી, દાન વેન, લી હોંગ, ઓઉ જિક્સિયા (કેપ્ટન), પેંગ યાંગ, ઝુ મેઇરોંગ, હે જિયાજિયાંગ, ફેન યુનક્સિયા, ચેન યાંગ, તાન જિનઝુઆંગ, લિયુ ચેનચેંગ, ચેન ટોંગ, યુ અનહુઇ, લુઓ યાક્સી.
    Click here to Read More
    Previous Article
    Batwara 1947 Box Office Collection Day 2: Sunny Deol-Preity Zinta Starrer Records Sharp Growth On Saturday
    Next Article
    વારાણસી એરપોર્ટમાં મુંબઈનાં પેસેન્જરની પિસ્તોલમાંથી ગોળી છૂટી:2 કર્મચારીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા, એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment