Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળા નગરપાલિકામાં સ્વાતંત્ર્ય પર્વે સ્વચ્છતા જાગૃતિનો સંદેશ:ધ્વજવંદન બાદ કર્મચારીઓએ સફાઈ નાટક રજૂ કરાયું; શહેર સ્વચ્છ રાખવા અપીલ

    2 days ago

    રાજપીપળા નગરપાલિકા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતાએ ધ્વજારોહણ કરી રાજપીપળાની જનતાને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે નગરજનોને સ્વચ્છતા માટે સંકલ્પ લેવા તથા પોતાનું આંગણું, મહોલ્લો અને શહેર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા આ સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં ચીફ ઓફિસર વૈશાલી વરિયા, પાલિકા ઉપપ્રમુખ, શાસકપક્ષના નેતા, દંડક સહિત તમામ સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિસ્ટલ સ્કૂલ, રાજપીપળાની બાળાઓએ દેશભક્તિ ગીતો રજૂ કરીને પાલિકા પ્રાંગણને દેશભક્તિમય બનાવ્યું હતું. સફાઈ નાટક દ્વારા જાગૃતિ અપીલ ઉજવણી દરમિયાન રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓએ સફાઈ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરીને નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની પ્રતિબદ્ધતા ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ પણ પાલિકા વિસ્તારમાં સફાઈ માટે નગરજનોને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા અને આવનારા વર્ષમાં રાજપીપળા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અટલ સરોવરમાં 42 દુકાનો શરૂ થશે:ભાડે આપવા રાજકોટ મનપા ઈ-ઓક્શન કરશે, 21 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે, 3 વર્ષનું ભાડું 4.48 લાખ
    Next Article
    Russia Claims 600 Ukrainian Drones Targeted Moscow Overnight, 3 Hurt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment