Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટલ સરોવરમાં 42 દુકાનો શરૂ થશે:ભાડે આપવા રાજકોટ મનપા ઈ-ઓક્શન કરશે, 21 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે, 3 વર્ષનું ભાડું 4.48 લાખ

    2 days ago

    રાજકોટનાં અટલ સરોવરમાં વધુ 42 દુકાનો શરૂ થવા જઈ રહી છે. જેના કારણે ખાણી-પીણી સહિત અનેક વસ્તુઓ ત્યાં જ મળતા ત્યાં આવતા સહેલાણીઓને લાભ મળશે. મનપાએ અટલ સરોવર ખાતે બનાવવામાં આવેલી 42 દુકાનોને ત્રણ વર્ષના સમયગાળા માટે ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. આ દુકાનોનું ઇ-ઓક્શન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જેના માટે મનપા દ્વારા રી-ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા દુકાનોને ભાડે આપવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ પાર્ટીએ રસ નહીં લેતા પ્રક્રિયા રદ્દ થઈ હતી. હવે ફરી રી-ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં દુકાનોનું ઓનલાઇન ઇ-ઓક્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 1 વર્ષનું ભાડું રૂ. 1,49,578 અને 3 વર્ષનું કુલ ભાડું રૂ. 4,48,734 નક્કી કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વેપારીઓ 14 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ઓક્શન ફોર્મ ડાઉનલોડ કરી શકશે. 42 દુકાનોને ભાડે આપવાની કામગીરી શરૂ રાજકોટ મનપાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવરમાં ખાણીપીણીના વેપારીઓ તથા અન્ય ધંધાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવી જુદી જુદી સાઇઝની કુલ 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં અટલ સરોવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેના તુરંત બાદ જ મહાનગરપાલિકા દ્વારા આ તમામ 42 દુકાનોને ભાડે આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, શરૂઆતના સમયમાં અટલ સરોવરના વિસ્તારમાં આવેલી ફેરીલેન્ડ સહિતની મનોરંજન અને નાગરિક સુવિધાઓ લાંબા સમય સુધી કાર્યરત કરવામાં આવી ન હતી. આ કારણે જાહેર રજાઓ અને રવિવારના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં મુલાકાતીઓની અવરજવર ખૂબ જ ઓછી રહેતી હતી, જેના લીધે વેપારીઓ દુકાનો રાખવામાં ખચકાટ અનુભવતા હતા. સામાન્ય દિવસોમાં પણ લોકો મોટી સંખ્યામાં અટલ સરોવરની મુલાકાતે હાલ સમય જતાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે સાતમ-આઠમના તહેવાર પ્રસંગે યોજાયેલા મેળાઓ અને બાદમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના ખાસ પ્રયાસોથી આયોજિત ભવ્ય એર શો પછી આ વિસ્તારમાં નાગરિકો અને મુલાકાતીઓનો પ્રવાહ સતત વધતો રહ્યો છે. હવે રજાના દિવસો સિવાય પણ સામાન્ય દિવસોમાં લોકો મોટી સંખ્યામાં અટલ સરોવરની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પણ ઝડપથી શરૂ થઈ ગયા છે, જેથી આ વિસ્તાર વેપાર-ધંધા માટે ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. 3 વર્ષ માટે લીઝથી ભાડે અપાશે, આટલુ ભાડુ હશે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 42 દુકાનો ભાડે આપવા માટે ફરીથી રી-ટેન્ડર બહાર પાડી ઇ-ઓક્શનનો નિર્ણય લેવાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત સ્માર્ટ સિટીમાં આવેલી તમામ 42 દુકાનો કુલ 3 વર્ષ માટે લીઝથી ભાડે આપવામાં આવશે. ઓક્શનમાં ભાગ લેવા માટે દરેક દુકાનદીઠ રૂ. 750 ઓક્શન ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રતિ દુકાન 3 વર્ષના નક્કી કરાયેલા અપસેટ ભાડા મુજબ ઈએમડી (EMD) તરીકે રૂ. 4,48,734ની રકમ ઓનલાઇન જમા કરાવવાની રહેશે. મહાપાલિકા દ્વારા આ દુકાનો માટે 1 વર્ષનું ભાડું રૂ. 1,49,578 અને 3 વર્ષનું કુલ ભાડું રૂ. 4,48,734 નક્કી કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વેપારીઓ અને નાગરિકો 14 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ઓક્શન ફોર્મ ડાઉનલોડ કરી શકશે. કંઈ તારીખે કેટલી દુકાનનું ઇ-ઓક્શન થશે? ઇ-ઓક્શનની મુખ્ય પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનાની 29 અને 30 તારીખે યોજાશે. 29 સપ્ટેમ્બરે શોપ નંબર 1 થી 7, શોપ નંબર 14 થી 20 અને શોપ નંબર 29 થી 35નું ઇ-ઓક્શન થશે. જ્યારે 30 સપ્ટેમ્બરે શોપ નંબર 8 થી 13, શોપ નંબર 21 થી 28 અને શોપ નંબર 36 થી 42નું ઇ-ઓક્શન યોજાશે. ઓક્શન પૂર્ણ થયા બાદ સૌથી વધુ બોલી બોલનાર અરજદારને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના બોર્ડ દ્વારા મંજૂરી મેળવ્યા બાદ શોપ લીઝ ઉપર આપવા માટેની આગળની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આ દુકાનો શરૂ થતાં અટલ સરોવર ફરવા આવતા સહેલાણીઓને તેનો સીધો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી ડેપોમાં ST બસે ભિક્ષુકને કચડ્યો:પાછળનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત; એક મહિનામાં બીજો બનાવ
    Next Article
    રાજપીપળા નગરપાલિકામાં સ્વાતંત્ર્ય પર્વે સ્વચ્છતા જાગૃતિનો સંદેશ:ધ્વજવંદન બાદ કર્મચારીઓએ સફાઈ નાટક રજૂ કરાયું; શહેર સ્વચ્છ રાખવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment