Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોટ મેમો આપવાનું બંધ કરાવ્યું તો જવાનો 'ગાયબ' થઈ ગયા:અમદાવાદમાં મોટાભાગે પોલીસકર્મી ટ્રાફિક નિયમનના બદલે મોબાઈલમાં વ્યસ્ત, ભાસ્કરના રિયાલિટી ચેકમાં ખુલાસો

    12 hours ago

    વધતી વસ્તી અને વાહનોથી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે. મોટાભાગના ચાર રસ્તા પર પર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઉકેલ માટે ટ્રાફિક પોલીસકર્મીને ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરવા માટે આદેશ કર્યો છે. બે મહિના સુધી ઓન સ્પોર્ટ મેમો આપવાનું બંધ કરીને માત્ર ટ્રાફિક નિયમન ઉપર ધ્યાન આપવા માટે કહ્યું છે, ત્યારે જવાનો 'ગાયબ' થઈ ગયા છે! પોલીસ કમિશનરના હુકમ પર શું પોલીસકર્મીઓ ધ્યાન આપે છે કે નહીં? તેને લઈ દિવ્યભાસ્કર ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા નહોતા. જ્યારે કેટલાક કર્મચારીઓ હાજર છતાં ટ્રાફિક નિયમનની જગ્યાએ રોડની સાઈડમાં ઉભા દેખાયા તો અમુક મોબાઈલ ફોન પર વાત કરતાં જોવા મળ્યા હતાં. જોકે કેટલીક જગ્યાએ રિફ્લેકટર જેકેટ સાથે ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતા જોવા મળ્યા હતા. એ ડિવિઝનથી લઈ એસજી હાઇવે અને અલગ અલગ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. પોલીસ કમિશનરની સૂચના કાગળ પર જોવા મળી રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. JCPએ કહ્યું- અમે તપાસ કરાવીશું ટ્રાફિક JCP અશ્વિન ચૌહાણે ભાસ્કરને કહ્યું કે, શહેરમાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે રોડ ઉપર ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મચારીઓ અને ટીઆરપી જવાન રખાયા છે. પરંતુ જો કેટલાક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ કર્મચારી હાજર નથી, તો અમે આ બાબતે તપાસ કરાવીશું. રોડની સાઈડમાં ટ્રાફિક બૂથ પાસે મોબાઇલ પર વ્યસ્ત દિવ્ય ભાસ્કરની ટીમે પ્રહલાદ નગર વિસ્તારમાં ચાર રસ્તા પાસે જ્યારે તપાસ કરી તો ત્યાં ટ્રાફિક પોલીસ કર્મચારી જોવા મળ્યો નહોતો. એક TRB જવાન રોડની સાઈડમાં ટ્રાફિક બૂથ પાસે મોબાઇલ પર વ્યસ્ત જોવા મળ્યો હતો. અખબારનગર ચાર રસ્તા પર કર્મચારીઓ રોડ ઉપર ઉભા રહેવાની જગ્યાએ રોડની સાઈડમાં ટ્રાફિક બૂથ ઉપર ઉભા જોવા મળ્યા હતા. મહિલા TRB જવાન રિફ્લેકટર જેકેટ પહેર્યા વિના હતા 132 ફૂટ રીંગ રોડ ઉપર શાસ્ત્રીનગર ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, AEC ચાર રસ્તા, IIM ચાર રસ્તા, સેટેલાઈટ આસોપાલવ ત્રણ રસ્તા પર જ્યારે તપાસ કરવામાં આવી તો કોઈ પોલીસ કર્મચારી હાજર જોવા મળ્યા નહોતા. જ્યારે સૈનિક પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે એક મહિલા TRB જવાન રિફ્લેકટર જેકેટ પહેર્યા વિના રોડની સાઈડમાં ઉભા હતા. પ્રહલાદનગર 100 ફૂટ રીંગ રોડ પર વ્રજ આવાસ નગરી ચોકી ચાર રસ્તા પાસે એક ટીઆરબી જવાન રોડની સાઈડમાં ફોન પર વાત કરતો હતો. TRB જવાન મોચીની સાથે બેસીને ફોન પર વાત કરતો હતો પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ એટલાન્ટિક બિલ્ડીંગ ચાર રસ્તા પાસે TRB જવાન ચાર રસ્તા પર નિયમન કરવાની જગ્યાએ રોડની બાજુમાં મોચીની સાથે બેસીને ફોન પર વાત કરતો હતો. જ્યારે હરણ સર્કલ પાસે એક પણ ટ્રાફિક પોલીસ કર્મચારી હાજર નહોતો કોર્પોરેટ રોડના ફાયર સ્ટેશન પહેલાના ચાર રસ્તા પર પણ વધારે ટ્રાફિકની સમસ્યા હોય છે, ત્યારે ત્યાં પણ એકવાર પોલીસ કર્મચારી હાજર જોવા મળ્યો નહોતો. બ્રિજની નીચે બેઠા હતા પણ એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક ના ખોલ્યું SG હાઇવેના સોલા ભાગવત વિદ્યાપીઠ ચાર રસ્તા પાસે ટ્રાફિક બંધ હોવા છતાં અને ગાંધીનગર તરફથી એમ્બ્યુલન્સ આવી પહોંચી હોવા છતાં બ્રિજ નીચે બેઠેલા પોલીસ કર્મચારીઓએ રસ્તો ખુલ્લો કરાવવામાં કોઈ ધ્યાન આપ્યું નહોતું. આ ઉપરાંત ચાંદખેડાથી ન્યુ સીજી રોડ ચાર રસ્તા અને ગોતા ગામ તળાવ ચાર રસ્તા જેવા મુખ્ય સ્થળો પર ટ્રાફિક પોલીસ કે TRB જવાનો ગેરહાજર હતા. પોતાની ફરજના સ્થળે રોડ પર હાજર રહેવાને બદલે પોલીસ કર્મચારીઓ નજીકની દુકાનોમાં બેસી રહેતા હોવાનું સામે આવ્યું છે. પાલડી-ગીતામંદિર પાસે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા પાલડીના અંજલી ચાર રસ્તા અને રાણીપ બલોલનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે એક પણ પોલીસ કર્મચારી કે TRB જવાન તૈનાત નહોતા. શહેરના સૌથી વ્યસ્ત એવા ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ચાર રસ્તા બહાર પણ ક્યાંય ટ્રાફિક નિયમન થતું જોવા મળ્યું નહોતું. પોલીસ ચોકીમાં કર્મચારીઓ અને TRB જવાનો હાજર હોવા છતાં તેઓ રોડ પર કામગીરી નહોતા કરતા. ગીતામંદિર ચાર રસ્તા જેવા અત્યંત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં રિફ્લેક્ટર જેકેટ સાથે ફરજિયાત 3થી 4 TRB જવાનો તૈનાત કરવાની જરૂરિયાત હોવા છતાં તંત્ર તેની પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. ટ્રાફિક શાખાની કામગીરી પર સવાલો પોલીસ કમિશનરે રોડ ઉપર ટ્રાફિક નિયમન કરવા માટેની સુચના આપી હોવા છતાં પણ દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં પોલીસ કર્મચારીઓ ફરજ સ્થળ પર જોવા મળ્યા નહોતા, ત્યારે દરેક પોલીસ સ્ટેશનના પી.આઈ અને ટ્રાફિક શાખા પણ આ બાબતે ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળતા કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ, ડ્રોન વીડિયો:રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે, 1.50 લાખ વાહન ચાલકોને રાહત
    Next Article
    શરીરમાંથી આત્મા નીકળતો જોવા માટે ચાર હત્યા કરી!:માતા, પિતા, બહેન સહિત આખો પરિવાર સાફ; ઓનલાઇન હથિયાર મંગાવીને પૂતળાં પર પ્રેક્ટિસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment