Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભોલેશ્વર-વૈજનાથ મહાદેવને તિરંગાનો શણગાર:સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંદિરો અને રેલવે સ્ટેશન પર વિશેષ સજાવટ

    18 hours ago

    સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ નિમિત્તે હિંમતનગર અને રાયગઢમાં આવેલા વિવિધ મંદિરો તેમજ અન્ય સ્થળોને તિરંગાના શણગારથી સજાવવામાં આવ્યા હતા. હિંમતનગરના હાથ્માંતી નદી કિનારે આવેલા સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરને ત્રણ અલગ અલગ રંગના ફૂલોથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, હિંમતનગર તાલુકાના રાયગઢમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે દાદાને તિરંગાની આકૃતિ અને લાલ કિલ્લાની રચના સાથે શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હરસિદ્ધિ માતાજીના મંદિરે માતાજીને તિરંગાના તોરણ અને હિંડોળાને તિરંગાથી શણગારવામાં આવ્યા હતા. કાંકરોલ ગામે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણને પણ તિરંગાનો શણગાર કરાયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશન પર પણ લાઇટ વડે તિરંગાની રોશની કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Man Climbs Car Roof To Stop Girlfriend, Her Lover Runs Him Over
    Next Article
    આઈસરની કેબિનની ડેકીમાંથી 75 હજારની ચોરી:ગંજ બજાર શાકમાર્કેટના પાર્કિંગમાં ચાલક આઈસરમાં જ સૂતા હતા'ને તસ્કર ચોરી કરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment