Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ટોઈંગ કામગીરીનો પ્રારંભ:પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી; કાર્યવાહી પહેલા પોલીસે જાગૃતિ રેલી યોજી ચેતવણી આપી

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટોઈંગ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય શહેરમાં માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા ટોઈંગ કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરતાં પહેલાં શનિવારે સાંજે ટ્રાફિક પોલીસે વાહનચાલકોને પાર્કિંગના નિયમો અંગે માહિતગાર કર્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ટોઈંગ વાહનોનું પરિભ્રમણ હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરથી ટોઈંગ વાહનો ટ્રાફિક જાગૃતિ અર્થે રવાના થઈને બી ડિવિઝન, ટાવર ચોક, ઓવરબ્રિજ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મહાવીરનગર ચાર રસ્તા, ખેડ તસિયા રોડ પર છાપરિયા અને મોતીપુરા સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થયા હતા. માઈક દ્વારા નો-પાર્કિંગ ઝોન અંગે સૂચના અને ચેતવણી ટોઈંગ વાહનો પર લગાવેલા માઈક દ્વારા વાહનચાલકોને જાહેર માર્ગો તેમજ નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક ન કરવા કડક સૂચના અપાઈ હતી. નિયમભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપતા આ જાગૃતિ અભિયાનમાં PSI એ.વી. જોશી અને N.B. વાઘેલા સ્ટાફ સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 67 રન પાછળ:161 રન બનાવવામાં 4 વિકેટ ગુમાવી; બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 426 રન બનાવ્યા
    Next Article
    નખત્રાણા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો:લખપતમાંથી 5 ચોરાયેલા મોબાઇલ, ₹10 લાખનો ટ્રક જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment