Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 67 રન પાછળ:161 રન બનાવવામાં 4 વિકેટ ગુમાવી; બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 426 રન બનાવ્યા

    7 hours ago

    ઓસ્ટ્રેલિયા ડાર્વિન ટેસ્ટમાં બાંગ્લાદેશથી 67 રન પાછળ છે. ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા સુધી ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં 4 વિકેટે 161 રન બનાવ્યા. બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ્સમાં 426 રન બનાવીને 228 રનની લીડ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 198 રનમાં સમેટાઈ ગઈ હતી. મિરાજે લીડ 200ને પાર પહોંચાડી બાંગ્લાદેશે દિવસની શરૂઆત 351/6થી કરી. મહેદી હસન મિરાજે એક છેડો સંભાળી રાખ્યો. તેમણે 154 બોલમાં 65 રન બનાવ્યા. મિરાજે તસ્કીન અહેમદ સાથે 9મી વિકેટ માટે 46 રન જોડ્યા. બાંગ્લાદેશની છેલ્લી ચાર વિકેટે કુલ 118 રન જોડ્યા. ટીમ 426 રન પર ઓલઆઉટ થઈ અને ઓસ્ટ્રેલિયા પર 228 રનની લીડ મેળવી. હેઝલવુડે 300 વિકેટ પૂરી કરી ઓસ્ટ્રેલિયા માટે દિવસની શરૂઆત બોલિંગથી સારી રહી. જોશ હેઝલવુડે હસન મહમૂદને 14 અને તૈજુલ ઇસ્લામને 17 રન પર આઉટ કર્યા. ત્યારબાદ મહેદી હસન મિરાજને 65 રન પર આઉટ કરીને તેણે ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી. હેઝલવુડ આ સિદ્ધિ હાંસલ કરનાર ઓસ્ટ્રેલિયાના 9મા બોલર બન્યા. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર વહેલા પાછા ફર્યા 228 રનથી પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ પણ સારી રહી ન હતી. હસન મહમૂદે બંને ઓપનરોને આઉટ કર્યા. જેક વેદરાલ્ડ ખાતું ખોલ્યા વિના આઉટ થયા. ટ્રેવિસ હેડ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ તૈજુલ ઇસ્લામે માર્નસ લાબુશેનને 31 રન પર બોલ્ડ કર્યા. સ્ટીવ સ્મિથે 44 રન બનાવ્યા. તેમને મેહદી હસન મિરાજે આઉટ કર્યા. ગ્રીન-કેરીએ ઇનિંગ સંભાળી ચાર વિકેટ પડ્યા બાદ કેમરૂન ગ્રીન અને એલેક્સ કેરીએ ઇનિંગ સંભાળી. બંનેએ અંત સુધી વિકેટ પડવા દીધી ન હતી. સ્ટમ્પ્સ પર ગ્રીન 43 રન અને કેરી 19 રન બનાવીને અણનમ હતા. ઓસ્ટ્રેલિયાને મેચ બચાવવા માટે હજુ 67 રનની કમી પૂરી કરવાની છે. ઓસ્ટ્રેલિયાએ 6 કેચ છોડ્યા ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ પણ મુશ્કેલી બની રહી છે. ત્રીજા દિવસે સ્ટીવ સ્મિથે તસ્કીન અહેમદનો કેચ છોડ્યો. આ સાથે જ ટીમ મેચમાં અત્યાર સુધી 6 કેચ છોડી ચૂકી છે. જો સ્મિથ આ કેચ પકડી લેત તો તેના ટેસ્ટ કેચની સંખ્યા 219 થઈ જાત. તે જો રૂટને પાછળ છોડીને ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની જાત. હાલ બંનેના નામે 218 કેચ છે. તંજીદની સદીથી મળી લીડ બાંગ્લાદેશની લીડનો પાયો તંજીદ હસન તમીમના 101 રને નાખ્યો. આ ઓસ્ટ્રેલિયામાં કોઈ બાંગ્લાદેશી બેટરની પ્રથમ ટેસ્ટ સદી છે. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 84 રન બનાવ્યા. બંનેની ઇનિંગ્સની મદદથી બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ્સમાં મોટો સ્કોર બનાવ્યો. 23 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમી રહ્યું બાંગ્લાદેશ બાંગ્લાદેશ 23 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમી રહ્યું છે અને ટીમ હવે ઐતિહાસિક જીતની સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 198 રનમાં ઓલઆઉટ થયું હતું. હસન મહમૂદે 55 રન આપીને 6 વિકેટ લીધી હતી. ------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર જ્યારે 4 દિવસ સતત ફિલ્ડિંગ કરતી રહી ટીમ ઈન્ડિયા!:ટેસ્ટના સૌથી મોટા સ્કોરની કહાની, ભારત 2 દિવસ સુધી વિકેટ માટે તરસી; 29 વર્ષથી રેકોર્ડ કાયમ 2 ઑગસ્ટ 1997. કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શરૂ થઈ. શ્રીલંકાને ટેસ્ટ ટીમ બન્યાને 15 વર્ષ થયા હતા. ત્યાં સુધીમાં 75 ટેસ્ટમાં માત્ર 9 જીત મળી હતી. ઘરે 32માંથી 6 અને વિદેશમાં 43માંથી 3 મેચ જીતી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee से हुआ Kunal Ghosh का मोह भंग? 15 अगस्त पर Ritabrata के साथ...। TMC | West Bengal
    Next Article
    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ટોઈંગ કામગીરીનો પ્રારંભ:પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી; કાર્યવાહી પહેલા પોલીસે જાગૃતિ રેલી યોજી ચેતવણી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment