Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર સ્મશાનભૂમિમાં અંતિમવિધિ દરમિયાન સ્લેબનો કાટમાળ ધરાશાયી:અંતિમવિધિ માટે આવેલા શોકગ્રસ્ત પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો; જર્જરિત બાંધકામ સુધારવા અને નવો શેડ બનાવવા આંદોલનની ચીમકી

    1 day ago

    પોરબંદરની મુખ્ય હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમવિધિ દરમિયાન છત પરથી સિમેન્ટ-કાંકરીનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં ઉપસ્થિત શોકગ્રસ્ત પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો હતો. છતમાંથી સિમેન્ટના પોપડા ખરી પડતાં અફરાતફરી મચી સ્મશાનભૂમિની છતમાંથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. કાટમાળ પડતાં ઘટનાસ્થળે થોડી વાર અફરાતફરી મચી ગઈ હતી. જો આ કાટમાળ લોકો પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જર્જરિત હાલતને લીધે નાગરિકોમાં તંત્ર સામે રોષ શહેરમાં રસ્તા અને બગીચા પાછળ કરોડોનો ખર્ચ કરાતો હોવા છતાં સ્મશાનભૂમિ જેવી મૂળભૂત સુવિધાની જાળવણી ન થતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. નવા શેડ નિર્માણ અને તાત્કાલિક રીપેરીંગની માગણી નાગરિકોએ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ તપાસ કરે તથા જર્જરિત બાંધકામ દૂર કરી નવા શેડ નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવે તેવી માગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી:કલેક્ટર વાઘેલાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું, સન્માન કરાયું
    Next Article
    બરડા ડુંગરથી 112 કિમી દૂર જામનગરના હડમતીયામાં સિંહણે દેખા દીધી:વનવિભાગને લોકેશન પર સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment