Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુથી આતંકી લિંક કેસમાં યુવક પકડાયો:અફઘાનિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો હતો; ભારત અને પાકિસ્તાન પર હુમલાના ષડયંત્રનો આરોપ

    21 hours ago

    બેંગલુરુ પોલીસે પશ્ચિમ બંગાળના 25 વર્ષીય આસફૂલ મલિકની અટકાયત કરી છે. તેના પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક સભ્ય સાથે મળીને ભારત અને પાકિસ્તાનમાં હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલિક TTPમાં જોડાઈને પાકિસ્તાની સેના વિરુદ્ધ હુમલા કરવા માંગતો હતો. તેને બેંગલુરુના જિગની વિસ્તારમાં શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિઓ અને આતંકવાદી સંગઠનો સાથે કથિત સંપર્કના કારણે પકડવામાં આવ્યો હતો. ફેસબુક પર અફઘાનિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્ક પોલીસનો દાવો છે કે મલિકે પહેલા ફેસબુક પર અફઘાનિસ્તાનના ઇમરાન હૈદર નામના વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. ઇમરાન હૈદર TTP સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. પાકિસ્તાનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોને લઈને ગુસ્સામાં હતો પોલીસે જણાવ્યું કે બોમ્મસંદ્રા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પેટ્રોલિંગ દરમિયાન તેમને પશ્ચિમ બંગાળના રહેવાસી એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસકર્મીઓએ મલિકની પૂછપરછ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં મલિકે જણાવ્યું કે તે પાકિસ્તાનમાં મુસ્લિમો સાથે થઈ રહેલા અત્યાચારોને લઈને ગુસ્સામાં હતો. તેનું માનવું હતું કે પાકિસ્તાની સેના મસ્જિદો અને સામાન્ય લોકો પર હુમલા કરી રહી છે. મલિકે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ પર પાકિસ્તાનના વલણને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસનું કહેવું છે કે તેને ભારતમાં મુસ્લિમોને પરેશાની થવા પર વળતી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યો હતો. --------------------------------- આ સમાચાર પણ વાંચો… પશ્ચિમ બંગાળમાં બોર્ડર પરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ: ISI સાથે સંકળાયેલો, નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતો હતો પશ્ચિમ બંગાળ STF એ 12 જુલાઈએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી. તેના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો છે. તે જાસૂસી અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહુઆ મોઇત્રાનો આરોપ- પ્રશાસને સર્કિટ હાઉસ ખાલી કરવા કહ્યું:તેમણે કહ્યું- હું નહીં હટું, ભીડે જય શ્રી રામના નારા લગાવ્યા; લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
    Next Article
    મલ્લિકાર્જૂન ખડગેના અપમાનને લઈ હેલમેટ સર્કલે NSUIનો દેખાવો:ઓવરબ્રિજ પરથી ફાંસી આપી ભાજપના નેતાનું પૂતળું લટકાવ્યું, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અયકાટત કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment