Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા

    1 day ago

    બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું અને સલામી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ તેમણે જિલ્લા કલેકટર અને પોલીસ અધિકારીઓ સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું. ઉજવણી દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અને થીમ આધારિત કૃતિઓ રજૂ કરતા ટેબ્લોનું પ્રદર્શન યોજાયું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા હતા, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા સહિતના આગેવાનો, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ભાજપ કાર્યાલયે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ ધ્વજવંદન કર્યું, પદાધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    રાજકોટમાં નવા બે પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી:શહેર અને જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment