Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નવા બે પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી:શહેર અને જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મીઓનું સન્માન

    23 hours ago

    દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના આ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજકોટ આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ચૌધરી હાઈસ્કૂલ, અને જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલમાં ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. જેમાં આજે ધ્વજવંદન પૂર્વે વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં નવા માધાપર અને સરધાર મળી બે પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. પોલીસ અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં આજના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે જુદી-જુદી 9 પ્લાટુન દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજના આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 નવા પોલીસ સ્ટેશન સાથે રાજકોટમાં 17 થશે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વાર રાજકોટમાં નવા બે નવા પોલીસ સ્ટેશન માટે પરવાનગી આપવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો સરધાર વિસ્તાર પોલીસ સ્ટેશનથી દૂર હોવાથી સરધાર અલગ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે. જયારે ગાંધીગ્રામ અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી છુટા કરી એક નવા માધાપર પોલીસ સ્ટેશન બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 15 પોલીસ સ્ટેશન કાર્યરત છે અને નવા બે બનતા 17 પોલીસ સ્ટેશન થશે અને આવતા દિવસોમાં શરૂ કરી દેવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અટલ સરોવર અને ચૌધરી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સવારે 9 વાગ્યે અટલ સરોવર ખાતે કરવામાં આવી હતી. રાજકોટના મેયર ડો.નેહલ શુક્લાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયારે ચૌધરી હાઈસ્કૂલ ખાતે અધિક કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મેયર ડો.નેહલ શુકલા દ્વારા પ્રજાજોગ ઉદબોધન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ શહેરની વિવિધ શાળા કોલેજ ખાતે પણ 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને શાળા કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાજકોટમાં દેશભક્તિનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા અલગ અલગ ડોગ દ્વારા પણ કરતબ બતાવી ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં વાહનમાં કોઈ માદક પદાર્થ છુપાવેલ હોય તો કેવી રીતે શોધવામાં આવતા હોય છે તે બતાવવામાં આવ્યું હતું અને બાદમાં કારચાલક વાહન ચેકીંગ દરમિયાન પોલીસને ધક્કો મારી નાસી છૂટતા તે કઈ તરફ નાસી અને છુપાયો છે તેને શોધી પકડવામાં મદદ કેવી રીતે થાય તે પણ દેખાડવામાં આવતા ઉપસ્થિત લોકોએ ડોગને તાળીઓથી બિરદાવ્યા હતા. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં બાળકોએ ડાન્સ સાથે દેશભક્તિની ઉજવણી કરવામાં આવી હતી. સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં લોકોએ તિરંગાને સલામી આપી શહેરની વિવિધ સોસાયટીમાં પણ સ્થાનિકો દ્વારા ધ્વજવંદન કરીને આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનામૌવા રોડ પર આવેલ સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ સોસાયટી પ્રમુખ રાજુભાઇ સાવલિયાની આગેવાનીમાં ધ્વજવંદન કરાયું હતું. આ તકે સોસાયટીનાં 400 કરતા વધુ લોકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રભક્તિનાં માહોલમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી. તેમજ સવારથી દેશભક્તિનાં ગીતોથી આખી સોસાયટી ગુંજી ઉઠી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા
    Next Article
    'In Spirit Of Federalism, Return Control Of Exams To States': Omar Abdullah To Centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment