Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્મશાનમાં વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવ્યો:બાળકોના મનમાંથી ડર દૂર કરવા અનોખી પહેલ

    1 day ago

    મોરબીની ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. શાળા સંચાલકો દ્વારા બાળકોના મનમાંથી સ્મશાન પ્રત્યેનો ડર દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે સોનાપુરી સ્મશાન ખાતે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી. આ 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબીના સોનાપુરી સ્મશાન ખાતે કોર્પોરેટર ભૂપતભાઈ જારીયા અને કેયૂરભાઈ પંડ્યાના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારતમાં મોરબીની આ શાળા દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવવાની આ એકમાત્ર ઘટના હોવાનું જણાવાયું છે. ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેશભાઈ મહેતા અને સંચાલક કૌશલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, બાળકોના મનમાં સ્મશાન પ્રત્યેની સામાન્ય માન્યતા (કે ત્યાં મૃત્યુ પછી જ જવાય) દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે સ્મશાન પણ એક પવિત્ર ભૂમિ છે અને ત્યાં પણ તિરંગો લહેરાવી શકાય છે. આ સંદેશ નાના બાળકોથી લઈને તમામ દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે વર્ષ 2015થી શાળા દ્વારા આ પરંપરા જાળવવામાં આવી રહી છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાનપણથી જ મોક્ષધામની વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે. મોક્ષધામને પવિત્ર અને શાંતિનું ધામ માનવામાં આવે છે, જે દરેક જીવનો અંતિમ પડાવ છે. સ્મશાન નામ સાંભળતા જ બાળકોના મનમાં જે ભયજનક ચિત્ર ઊભું થાય છે, તેના બદલે વાસ્તવિકતા કેટલી વિપરીત અને શાંતિપૂર્ણ હોય છે, તેની સમજણ કેળવાય તે માટે આ ઉજવણી કરવામાં આવે છે. આજે દેશભરમાં દરિયાથી લઈને પહાડ સુધી વિવિધ સ્થળોએ તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી શહેરની આ અનોખી પહેલ, જ્યાં સ્મશાનની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી, તે ખરેખર પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસની 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:વીર સાવરકર કોમ્પ્લેક્સ અને ખડગેની સભા સ્થળના 'શુદ્ધિકરણ' મામલે અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો
    Next Article
    ગાજણ ટોલ વે પર ધ્વજવંદન:આસિસ્ટન્ટ મેનેજર રાહુલ રાઠોડ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment