Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસમાં શિવ આરાધનાનું મહત્ત્વ:સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ અને સફળતા માટે આ રીતે ભોળાનાથને રિઝવો, જાણો રાશિ પ્રમાણે પૂજા-વિધિ

    10 hours ago

    ભોળાનાથનો પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં શિવોપાસનામાં શિવલિંગની પૂજા કરીને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે બીલીપત્ર, જળ, અક્ષતથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી તેમને આશુતોષ, ઉદાર શિરોમણી કહેવામાં આવે છે. દરરોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવપૂજા અવશ્ય કરવી અને વ્રત રાખવું જોઈએ. શ્રાવણ માસમાં લઘુ રુદ્ર, મહા રુદ્ર અથવા અતિ રુદ્રના પાઠ કરવાનું વિધાન છે. શિવજી ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી હિન્દુ ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણીમાત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે. માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તેમનું સ્વરૂપ અદ્ભુત છે. શિવજીની જટા સ્વયંશિસ્ત, આત્મ નિયંત્રણ અને ભોગવાદ પર લગામનું પ્રતિક છે. શિવજીના કપાળનું ત્રિપુંડ કુટુંબ સેવા સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું પ્રતિક છે. સર્પ એ કાળનું પ્રતિક છે. શિવના શરીરની ભષ્મ એ સંદેશ આપે છે કે ભોગવાદી ના બનો, આ શરીર એક દિવસ રાખ થવાનું જ છે. જાણો 12 રાશિ મુજબ જાતકોએ શિવપૂજા કરવાની રીત- મેષ રાશિના જાતકોએ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મધ અને દુધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઈએ અને લાલ ચંદન અને લાલ રંગના ફુલ ચડાવવા જોઇએ. આ જાતકોએ 'ૐ નાગેશ્વરાય નમ:'નો જાપ કરવો જોઇએ, આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે. આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે. વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો ઘણું શુભ ફળ મળે છે. આ સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી, ચમેલીના ફુલ ચડાવવા અને રુદ્રાષ્ટકનો પાઠ કરવો. બીલીપત્ર ચડાવવાથી માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઇ શકશો. તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી અજ્ઞાન ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે. કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે. ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચડાવવા. સાથે શિવજીના પંચાક્ષરી મંત્ર 'ॐ નમઃ શિવાય'નો જાપ કરવો. કર્ક રાશિના જાતકોને દરરોજ ઘીથી ભોળાનાથનો અભિષેક કરવો જોઇએ. આ સાથે જ 'ॐ નમ: શિવાય'ના મંત્રનો 108 વખત જાપ કરવો જોઇએ. જેના કારણે જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળશે અને સ્વાસ્થ્યમાં સારો લાભ થશે. બિનજરૂરી ગુંચવણોમાંથી પણ રાહત મળશે. શિક્ષણના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવને કરેણના લાલ રંગના ફુલ અર્પણ કરવાથી તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે, આ સિવાય જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો, જેનાથી તમામ મનોકામનાઓ પૂરી થશે. કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી વડીલો તથા અધિકારીઓ તરફથી સારો સહકાર મળશે. આ રાશિના શિવભક્તોએ ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચડાવવા જોઇએ અને પંચાક્ષરી મંત્ર 'ॐ નમઃ શિવાય'નો જાપ કરવો. તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયના ઘી અને અત્તર અથવા સુગંધિત તેલ અથવા સાકર મિશ્ર કરેલા દુધથી અભિષેક કરવો જોઇએ. કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ. ભગવાન શિવના સહસ્ત્રનામનો જાપ કરવો. આમ કરવાથી ભોળેનાથના આશીર્વાદ સદાય બન્યા રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. ધન, યશ, કિર્તીમાં વધારો થશે. સત્તાનો સહયોગ રહેશે. જો પંચામૃત ના હોય તો સાકર મિશ્ર કરીને પાણીથી પણ અભિષેક કરી શકાય. ભગવાન શિવને ગુલાબનું ફુલ અને બીલીપત્રનું મૂળ ચડાવો. રુદ્રાષ્ટકનો પાઠ કરો. ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાના શિવના પંચાક્ષરી મંત્ર 'ॐ નમઃ શિવાય'નો જાપ કરવો. ભગવાનને પીળા ફુલો અર્પણ કરીને ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે. આ ઉપાયથી સફળતા મળશે અને જવાદબારીમાં પણ વધારો થશે. મકર રાશિના જાતકોએ તલના તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ, જેથી ભૌતિક સુખ-સપંત્તિમાં વધારો થશે. ભગવાન શિવજીને બીલીપત્ર, ધતૂરાનું ફુલ, ભાંગ અને અષ્ટગંધ ચડાવવાથી તેમજ 'પાર્વતીનાથાય નમઃ'નો જાપ કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળિયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ. તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ વ્યાપે છે. મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા રંગના ફુલો ચડાવવા જોઈએ. તેમજ ચંદનની માળાથી 108 વખત પંચાક્ષરી મંત્ર 'ॐ નમઃ શિવાય'નો જાપ કરવો. તેનાથી પારિવારિક તથા વ્યાવસાયિક મોભામાં પણ ઘણો વધારો થાય છે. (આ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગ વાળા કિશન ગિરીશભાઈ જોશીએ આપેલી છે.)
    Click here to Read More
    Previous Article
    આઝાદીના થોડા કલાકો પહેલા ફોન વાગ્યો, નેહરુ રડવા લાગ્યા:ગાંધી કોલકાતાના ગંદા મોહલ્લામાં સૂતા હતા; સ્વતંત્રતા દિવસે મોટા નેતાઓ શું કરી રહ્યા હતા
    Next Article
    સુરતના ફાર્મ હાઉસમાં કોણ-કેટલો દારુ પીશે એવી ‘ગેમ’:8 મહિલા સહિત 20થી વધુ ઝડપાયા; પો.સ્ટેશનથી 300 મીટર- વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટર દૂર દારુ પાર્ટી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment