Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાની વાવણી બાદ ખાતરની ભારે જરૂરિયાત વચ્ચે અછતથી ખેડૂતો પરેશાન:દાહોદમાં યુરીયા ખાતર માટે ખેડૂતોની મોડી રાતથી કતારો, દિવસભર ધક્કા છતાં ખાલી હાથે પરત ફર્યા

    1 day ago

    ચોમાસાની વાવણી પૂર્ણ થયા બાદ પાકને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે દાહોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા મેળવવા ખેડૂતોની ભારે ભીડ ઉમટી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મોડી રાતથી કતારમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર ન મળતાં રોષ અને અસંતોષ ફેલાયો છે. દાહોદ જિલ્લામાં ચોમાસાની વાવણી બાદ હાલ પાકના વિકાસ માટે યુરિયા ખાતરની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દાહોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે અને મોડી રાતથી જ કતારો લગાવીને બેસી જાય છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા અને ધરમધક્કા ખાવા છતાં ઘણા ખેડૂતોને દિવસના અંતે પણ ખાતર મળતું નથી. કેટલાક ખેડૂતો છેલ્લા બે-ત્રણ દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં પૂરતા પ્રમાણમાં યુરિયા મેળવી શક્યા નથી. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર કરેલા પાકને સમયસર ખાતર નહીં મળે તો પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ છે. ખેડૂતોની મુખ્ય માંગ કરી હતી કે પાકની જરૂરિયાત મુજબ સમયસર અને પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમજ ડેપો પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે ઝડપી અને યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. ખાતરની કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક વિજિલન્સ રાખવાની પણ માંગ ઉઠી છે. યુરિયાની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક પૂરતો જથ્થો ફાળવી ખેડૂતોની મુશ્કેલી દૂર કરે તેવી સર્વાનુમતે માંગ ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    મહાઠગ ઉત્પલ પટેલને દુબઈથી લાવવા 'રેડ કોર્નર નોટિસ'ની કવાયત તેજ:ગિફ્ટ સિટી શૂટ સ્પેસ કૌભાંડમાં મોટો ખુલાસો, કાવતરું રચીને 220 કરોડ રિટર્ન આપી 70 કરોડ ટેક્સમાં વાપરી બતાવ્યા
    Next Article
    UGC NET June 2026 Answer Key To Be Released On August 16: Check Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment