Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાઠગ ઉત્પલ પટેલને દુબઈથી લાવવા 'રેડ કોર્નર નોટિસ'ની કવાયત તેજ:ગિફ્ટ સિટી શૂટ સ્પેસ કૌભાંડમાં મોટો ખુલાસો, કાવતરું રચીને 220 કરોડ રિટર્ન આપી 70 કરોડ ટેક્સમાં વાપરી બતાવ્યા

    22 hours ago

    ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 'શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા ડેટા સ્ટોરેજના નામે આચરેલા કરોડોના ડિજિટલ મહાકૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલને ભારત લાવવા માટે એસઆઈટી દ્વારા આગામી દિવસોમાં 'રેડ કોર્નર નોટિસ' ઇસ્યુ કરવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. તદુપરાંત પોલીસ તપાસમાં એવી પણ ગંભીર આશંકા સેવાઈ રહી છે કે ઉત્પલ પટેલે રોકાણકારો સાથે ઠગાઈ કરીને મેળવેલા કરોડો રૂપિયા માત્ર અન્ય કંપનીઓમાં ડાયવર્ટ નથી કર્યા પરંતુ શેરબજાર ઉપરાંત ક્રિપ્ટો કરન્સીમાં પણ મોટા પાયે રોક્યા હોવા જોઈએ. ડિસેમ્બરથી જ આર્થિક ઉઠમણાંનો પ્લાન ઘડીને બેઠો હતો ગિફ્ટ સિટીમાં કાર્યરત 'શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાની મહાઠગાઈના આર્થિક ડિજિટલ ઠગાઈના મૂળિયા સુધી પહોંચવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. જેમાં આ મહાકૌભાંડનો માસ્ટર માઈન્ડ ઉત્પલ પટેલ ડિસેમ્બર મહિનાથી જ આર્થિક ઉઠમણાંનો પ્લાન ઘડીને બેઠો હોવાનું સામે આવ્યું છે. તેણે રોકાણકારોના કરોડો રૂપિયા ડાયવર્ટ કરીને પોતાની જ અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલ દુબઈમાં, પત્ની સહિત 4ની ધરપકડ આ પ્રકરણમાં શૂટસ્પેસના ફાઉન્ડર ઉત્પલ રામાભાઈ પટેલ, તેની પત્ની ભૂમિ પટેલ, ડાયરેક્ટર અરુણ રમેશચંદ્ર રાય, ક્લાઉડીજીના ડિરેક્ટર અરુણ વીરચંદભાઈ પટેલ, ઝોનલ મેનેજર સચિન અમૃતભાઈ પટેલ અને એડિશનલ ડાયરેક્ટર ધ્રુવ જગદીશભાઈ ચૌધરી સામે ગુનો નોંધાયો છે. પોલીસે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ અરુણ પટેલ, સચિન પટેલ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલ પોતાની પત્ની ભૂમિ સાથે દુબઈ ફરાર થઈ ગયો હતો. જેમના વિઝા પૂર્ણ થતાં લુક આઉટ નોટિસના આધારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ભૂમિ પટેલને પોલીસે ઝડપી પાડી હતી. આ પણ વાંચો: ગિફ્ટ સિટીના નામે કૌભાંડ કરનાર ઉત્પલ પટેલની વૈભવી જલસાપાર્ટી પત્ની ભૂમિ પટેલ હાલ જેલમાં જેની પૂછપરછ દરમિયાન તેણે પોતાના દીકરાના અભ્યાસ માટે પરત આવી હોવાનું અને કૌભાંડથી અજાણ હોવાનું બહાનું બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ક્લાઉડીજી અને હેરી હોસ્પિટાલિટી જેવી શેલ કંપનીઓના ડાયરેક્ટર પદે તેની હાજરી હોવાથી પોલીસ તેને આ કૌભાંડની મુખ્ય ભાગીદાર માની રહી છે. જે હાલ જેલની હવા ખાઇ રહી છે. કાવતરું રચીને 220 કરોડ રિટર્ન આપી 70 કરોડ ટેક્સમાં વાપરી બતાવ્યા એસઆઈટીની ટીમે તપાસ દરમિયાન 10થી 15 થેલા ભરીને દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ્સ અને આર્થિક વિગતોના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સરકારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી હાથ ધરાયેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું છે કે, ઉત્પલ પટેલે ડિસેમ્બર મહિનાથી જ ઉઠમણાંનો પ્લાન બનાવી લીધો હતો. તેણે અંદાજે 220 કરોડ રૂપિયા રોકાણકારોને પરત કર્યા હતા, જ્યારે 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જીએસટી અને ઇન્કમટેક્સ ભરવામાં વાપરી હતી. આ સિવાય ચાલુ નાણાકીય વર્ષમાં એક કરોડ જેટલો એડવાસ ટેક્ષ પણ ભરી દીધો હતો. આ પણ વાંચો: મહાઠગ ઉત્પલે ઠગાઈમાંથી 50 કરોડથી વધુનો ટેક્સ ભર્યો ભારત લાવવા રેડ કોર્નર નોટિસ જારી કરવાનો તખ્તો ગોઠવાયો બીજી તરફ દુબઈથી જ્યોર્જિયા ભાગી ગયેલો ઉત્પલ ફરી દુબઈમાં આશરો લઈ રહ્યો હોવાની વિગતો મળતાં તેને ભારત પરત લાવવા રેડ કોર્નર નોટિસ જારી કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આરોપી ઉત્પલ પટેલ હાથમાં આવ્યા બાદ જ કૌભાંડનો આખરી આંકડો અને તમામ નાણાંનો ચોક્કસ હિસાબ સામે આવશે. આ સિવાય ઠગાઈના નાણાં શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાયા હોવાની શંકાના આધારે હાલ તો પોલીસે આ મહાકૌભાંડના ગુનામાં ચાર્જશીટ ફાઇલ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. આ પણ વાંચો: લાખોના વળતરની લાલચે ઘણાએ લોન લઈ રૂપિયા રોક્યા, 5 રાજ્યના લોકોને કેવી રીતે ટ્રેપમાં ફસાવ્યા? ડેટા સ્ટોરેજ સર્વરમાં રોકાણ સામે માસિક ભાડાની લાલચ અપાતી આ કરોડોના કૌભાંડની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, બેંક, આઇપીઓ કે શેરબજાર કરતા પણ ઊંચા વળતરની લોભામણી જાહેરાતો દ્વારા ઇન્વેસ્ટરોને આકર્ષવામાં આવતા હતા. ગિફ્ટ સિટીની આલીશાન ઓફિસે પહોંચતા લોકોને ઓડિયો-વિડિયો ફિલમ બતાવી 1 TBથી 120 TB સુધીના ડેટા સ્ટોરેજ સર્વરમાં રોકાણ સામે માસિક ભાડાની લાલચ અપાતી હતી. કંપની દ્વારા સાત વર્ષના લીગલ એગ્રીમેન્ટ કરી ટીડીએસ અને સર્વિસ ચાર્જ પણ કાપવામાં આવતો હતો, જેથી લોકોનો ભરોસો વધુ દ્રઢ બનતો હતો. તદુપરાંત કંપનીએ ભૂમિપૂજન જેવા ભવ્ય કાર્યક્રમો યોજી પોતાની કોર્પોરેટ છાપ ઊભી કરી હતી. જોકે, અચાનક જ વળતર મળતું બંધ થઈ જતાં અને અધિકારીઓએ સંપર્ક કાપી નાખતાં રોકાણકારોના માથે આભ તૂટી પડ્યું હતું. રેડ કોર્નર નોટિસ ઇસ્યૂ થયા પછી શું થશે? આપને જણાવી દઈએ કે,ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર થયા પછી દુબઈથી કોઈ આરોપીને ભારત પરત લાવવા માટેની એક કાનૂની અને રાજદ્વારી પ્રક્રિયા શરૂ થતી હોય છે. ભારત અને UAE વચ્ચે 1999થી પ્રત્યાર્પણ સંધિ થયેલી છે. જેના આધારે આ પ્રક્રિયા શરૂ થાય છે. રેડ કોર્નર નોટિસ જાહેર થતાં જ દુબઈ પોલીસ અને ત્યાંની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ તેમના ડેટાબેઝ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરે છે. દુબઈની અદાલત તપાસ કરે છે અને બાદમાં શું? આરોપી દુબઈ એરપોર્ટ પર આવે, દેશ છોડવાનો પ્રયાસ કરે કે શહેરમાંથી પકડાય ત્યારે દુબઈ પોલીસ તેની પ્રાથમિક અટકાયત કરે છે. આરોપી પકડાયા બાદ દુબઈની ઇન્ટરપોલ શાખા દ્વારા ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી CBIને આ અંગેની સત્તાવાર જાણ કરવામાં આવે છે. આરોપીને પોતાના બચાવમાં વકીલ રોકવાનો અધિકાર મળે છે. તે દાવો કરી શકે છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે અથવા તેને ભારતમાં જીવનું જોખમ છે. દુબઈની અદાલત તપાસ કરે છે કે આરોપી સામેનો ગુનો દુબઈના કાયદા મુજબ પણ ગુનો બને છે કે નહીં. જો તમામ દસ્તાવેજો યોગ્ય જણાશે તો કોર્ટ પ્રત્યાર્પણ મંજૂર કરે છે. કોર્ટની મંજૂરી બાદ UAE ના કાયદા મંત્રાલય દ્વારા પ્રત્યાર્પણના આખરી હુકમ પર હસ્તાક્ષર કરવામાં આવે છે. જો કેસ સરળ હોય અને આરોપી કોઈ મોટી કાનૂની લડાઈ ન લડે તો કેટલીકવાર દુબઈ સરકાર તેને સીધો ડિપોર્ટ પણ કરી દે છે. આરોપીનો કબ્જો ભારતીય ટીમને ક્યારે મળે? તમામ મંજૂરી મળ્યા બાદ ભારતીય તપાસ એજન્સીની એક વિશેષ ટીમ દુબઈ જાય છે. દુબઈ પોલીસ દ્વારા આરોપીનો કબ્જો ભારતીય ટીમને સોંપવામાં આવે છે અને તેને ફ્લાઇટ મારફતે ભારત લાવવામાં આવે છે.જો આરોપી પાસે યુએઈનું ગોલ્ડન વિઝા હોય કે તેણે ત્યાં મોટું રોકાણ કર્યું હોય તો કાનૂની પ્રક્રિયા થોડી લાંબી ચાલી શકે છે. પરંતુ જો ગુનો ગંભીર (જેમ કે નાણાકીય કૌભાંડ, આતંકવાદ કે હત્યા) હોય તો ભારત અને UAE ના સારા રાજદ્વારી સંબંધોને કારણે પ્રત્યાર્પણ ઝડપથી શક્ય બને છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, વસતી ગણતરીમાં પહેલીવાર જાતી બતાવવી પડશે, 10માંથી 9 પાકિસ્તાનીઓએ ભારતને ખતરો માન્યો
    Next Article
    ચોમાસાની વાવણી બાદ ખાતરની ભારે જરૂરિયાત વચ્ચે અછતથી ખેડૂતો પરેશાન:દાહોદમાં યુરીયા ખાતર માટે ખેડૂતોની મોડી રાતથી કતારો, દિવસભર ધક્કા છતાં ખાલી હાથે પરત ફર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment