Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના અપમાન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ ભાજપે કરેલા શુદ્ધિકરણનો વિરોધ, પદયાત્રા યોજાય તે પહેલા જ ડિટેઇન

    1 day ago

    હલ્દવાનીમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થયા બાદ સ્થળ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ તથા યજ્ઞ કરવાની ઘટના સામે આવી હતી. ભાજપના લોકો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યના વિરોધમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસે ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સરદાર ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કાળવા ચોક સુધી પદયાત્રા યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. ‘ભાજપ દ્વારા દેશમાં અસ્પૃશ્યતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે’ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, આ નિંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. બાબાસાહેબ આંબેડકરે રચેલા બંધારણમાં સામાજિક ન્યાય અને સમાનતાની જોગવાઈ છે, પરંતુ ભાજપ દ્વારા દેશમાં અસ્પૃશ્યતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યસભાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના નેતા સાથે આવું વર્તન સામાજિક સમાનતા પર પ્રહાર છે. પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કાર્યકરોને ડિટેઈન કરવાનું કામ કર્યું છે જે અત્યંત આક્ષેપજનક છે. ’શુદ્ધિકરણના નામે સંસ્કૃતિનું અપમાન અને બંધારણ પર આક્રમણ’ ​કોંગ્રેસ નેતા કરશન ભાદરકાએ જણાવ્યું હતું કે, રામલીલા મેદાનમાં શુદ્ધિકરણના નામે સંસ્કૃતિનું અપમાન અને બંધારણ પર આક્રમણ કરવામાં આવ્યું છે. રામના નામે રાજકારણ કરતા લોકો રામાયણ અને સનાતન શાસ્ત્રોનું અનાદર કરી રહ્યા છે. જો ભાજપે ખરેખર શુદ્ધિકરણ જ કરવું હોય તો દેશમાં વધતી જતી આર્થિક અસમાનતા, કચરાપેટી જેવી બનેલી શિક્ષણ વ્યવસ્થા અને દેવાદાર બનીને આપઘાત કરી રહેલા દેશના કિસાનની સ્થિતિનું શુદ્ધિકરણ કરવું જોઈએ. ભાજપની નબળી નીતિઓને કારણે દેશનો તાત હેરાન થઈ રહ્યો છે. ’ભાજપના લોકો દેશપ્રેમના કપડાં પહેરીને દેશદ્રોહ જેવું કામ કરી રહ્યા છે’ ​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશનું વર્ગીકરણ કરીને ભારતને તોડવાનો ગમે એટલો પ્રયાસ કરવામાં આવશે તો પણ કોંગ્રેસનો એક એક સિપાઈ અને લોકશાહી પ્રેમી નાગરિક તેને સફળ થવા દેશે નહીં. ભાજપના લોકો દેશપ્રેમના કપડાં પહેરીને દેશદ્રોહ જેવું કામ કરી રહ્યા છે. આ અપમાન માત્ર ખડગેનું નથી પરંતુ બંધારણ, સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમીઓનું અપમાન છે જેને દેશ ક્યારેય ચલાવી લેશે નહીં. તપાસના પોકળ દાવા કરવાને બદલે ભાજપે દેશપ્રેમીઓ અને ધર્મની માફી માંગવી જોઈએ. ૮૪ વર્ષના વયસ્ક નેતાનું સન્માન જાળવવામાં નિષ્ફળ ગયેલા લોકો દેશની સંસ્કૃતિનું પણ અપમાન કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દિયર ભોજાઈ બીભત્સ હાલતમાં ઝડપાયા:પત્ની પિતરાઈ સાથે રંગરેંલીયા મનાવતા ઝડપાઇ તો ભાઈને પછાડી ફરિયાદ કરીશ તો મારી નાખીશ કહી ધમકી આપી બન્ને નાસી છૂટ્યા
    Next Article
    Gujarat Breaking News | 9 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment