Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિયર ભોજાઈ બીભત્સ હાલતમાં ઝડપાયા:પત્ની પિતરાઈ સાથે રંગરેંલીયા મનાવતા ઝડપાઇ તો ભાઈને પછાડી ફરિયાદ કરીશ તો મારી નાખીશ કહી ધમકી આપી બન્ને નાસી છૂટ્યા

    1 day ago

    રાજકોટ નજીક આવેલ ઉમરાળી ગામે રહેતા રીક્ષા ચાલક યુવાનની પત્ની કૌટુંબિક દિયર સાથે આપત્તિજનક સ્થિતિમાં મળી આવી હતી જે બાદ યુવાને આ બાબતે વાતચીત કરતા પિતરાઈએ ધક્કો મારી પછાડી દઈ ભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને પત્ની તથા સંતાનને બાઈકમાં બેસાડી નાસી છૂટ્યો હતો જેનો પીછો કર્યો પરંતુ તે મળી આવ્યા ન હતા. ત્યારબાદ ઘરે પરત આવી પિતરાઈની માતા, બહેન અને ભાઈએ ગાળો ભાંડી હતી. જેથી હાલ સમગ્ર મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરાળી ગામ નજીક રહેતા રીક્ષા ચાલક યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવેશ તથા ભાવેશની બહેન દક્ષા, માતા કિરણબેન, ભાઈ રોહિતનું નામ આપી જણાવ્યું હતું કે, તેના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં બે દીકરા છે. ગઈકાલે બપોરના 3.15 વાગ્યે રીક્ષાનો ફેરો પુરો કરી ઘરે આવી ડેલી ખખડાવેલ તો પત્નીએ ડેલી ખોલી ન હતી જેથી ઘરની વંડી કુદીને ઘરની અંદર જતાં રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમની અંદર પત્ની તથા કૌટુંબીક કાકાનો દીકરો ભાવેશ બિભત્સ હાલતમા જોવા મળ્યા હતા. આ સમયે નાનો દીકરો ત્યાં રમતો હતો અને મોટો દીકરો સ્કુલે ગયો હતો. ફરિયાદી યુવકે બંનેને બિભત્સ હાલતમાં જોઈ જતાં આરોપી ભાવેશ કહેવા લાગ્યો કે, આ વાત કોઇને કરતો નહી હુ ગામ મુકીને બહાર રહેવા જતો રહીશ. દરમ્યાન યુવકે પિતાને ફોન કરી સમગ્ર બાબતની જાણ કરી હતી. બાદ સાળાને ફોન કરી વાત કરતો હતો ત્યારે પત્ની અને ભાવેશે પોતાના કપડા પહેરી લીધા હતા અને બાદમાં પત્નીને આ બાબતે પુછતો હતો દરમિયાન ભાવેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ધક્કો મારી યુવકને પછાડી દીધો હતો. આ સમયે ભાવેશ અને ફરિયાદી યુવકની પત્ની રૂમમાથી બહાર નીકળી ગયા હતા અને ભાવેશએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જેથી રૂમની બારી ખોલીને બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા. ભાવેશ બાઈક લઇ આવી પત્નીને કહેવા લાગ્યો કે, ચાલ બેસી જા ગાડીમા જેથી પત્ની ઝડપથી આવ અને બંધ દરવાજો ખોલી નાના દીકરાને લઇ ભાવેશની પાછળ ગાડીમા બેસી ગઈ હતી. દરમિયાન યુવક બહાર નીકળતા ભાવેશ કહેવા લાગ્યો કે, આ બાબતે કોઈ પોલીસ ફરીયાદ કરીશ તો હુ તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ ભાવેશ યુવકની પત્ની અને નાના દીકરાને બાઈકમાં બેસાડી નાસી ગયો હતો. જે બાદ પાડોશીનું બાઈક લઈ ભાવેશની પાછળ આટકોટ ગામથી જસદણ જવાના રસ્તા સુધી ગયેલ હતા. બાદ બાઈકમાં પેટ્રોલ ખુટી જતા ત્યાથી પેટ્રોલ ભરાવી ઘરે પરત આવતો હતો. દરમિયાન હલેન્ડા ઉમરાળી વચ્ચે મોટા બાપુ ભેગા થતા તેમને બનાવ બાબતેની વાત કરતા બંને ઘરે પરત આવ્યા હતા. ઘર તરફ આવતા ભાવેશની બહેન દક્ષા, માતા કિરણ તથા ભાઇ રોહીત ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ ઘરે જઈને જોતા સોનાની હાંસડી, બુટી, ચેઇન તથા અન્ય નાની મોટી વસ્તુઓ તથા રોકડ મળી આવેલ નહી જે પત્ની તેની સાથે લઇ ગયાનું જણાવતા બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    "To Pay Brazil Rs 50 Crore": Bhaichung Bhutia Slams AIFF For Ditching FIFA ASEAN Cup For Friendly
    Next Article
    ખડગેના અપમાન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ ભાજપે કરેલા શુદ્ધિકરણનો વિરોધ, પદયાત્રા યોજાય તે પહેલા જ ડિટેઇન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment