Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યાત્રા યોજાઈ:શહેર દેશભક્તિના રંગમાં રંગાયું, ધારાસભ્ય સહિત અનેક આગેવાનો, નગરજનો જોડાયા

    7 hours ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં 'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંતરામપુર નગર અને તાલુકા મંડળ દ્વારા આ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, યુવાનો અને નગરજનોએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર સંતરામપુર શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. "ભારત માતા કી જય"ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કુબેર ડીંડોરે તિરંગાને દેશના ગૌરવ, એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક ગણાવ્યો હતો. તેમણે સૌને પોતાના ઘરે તિરંગો ફરકાવી 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા મંત્રી સંદીપ ભોઈ, સંતરામપુર નગર પ્રમુખ નિતી રાણા, તાલુકા પંચાયત પ્રમુખ રજનીતાબેન તાવિયાડ, ઉપપ્રમુખ રવિરાજ પારગી, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, APMC ચેરમેન સી.સી. તાવિયાડ, પૂર્વ હોદ્દેદારો, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ, કોર્પોરેટરો, મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Sumit Sarkar’s unfinished argument with history
    Next Article
    નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે રાજ્યમાં ફરી પ્રથમ:92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, 3906 બાળકોને પુનઃપ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment