Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “મારે તારી પાસે જ સારવાર લેવી છે”:ગૂગલ એડમાંથી નંબર મેળવી મહિલા ડોક્ટર્સને ત્રાસ આપતો શખસ ઝડપાયો, અશ્લીલ વીડિયોમાં દેખાતા ટેટૂથી આરોપીની ઓળખ કરી

    11 hours ago

    ગૂગલ એડ અને સોશિયલ મીડિયા પરથી મહિલા ડોક્ટરના મોબાઈલ નંબર મેળવી, તેમને ઓનલાઇન કન્સલ્ટેશનના નામે અશ્લીલ વીડિયો અને ફોટોગ્રાફ્સ મોકલી હેરાન કરનારા એક વિકૃત શખસને સુરત સાયબર ક્રાઈમ પોલીસે નવી મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીએ મોકલેલા ન્યૂડ વીડિયોમાં તેના શરીર પર દેખાતા એક ખાસ ‘ટેટૂ’ અને અકસ્માતના નિશાનના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવી તેને દબોચી લીધો હતો. “મારે તારી પાસે જ સારવાર લેવી છે” સુરતની એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે આપેલી ફરિયાદ અનુસાર, આરોપી તુષાર વાસકરે ગૂગલ એડ પરથી તેમનો સંપર્ક નંબર મેળવ્યો હતો. તેણે પોતાનો અકસ્માત થયો હોવાનું કહી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે ઓનલાઇન કન્સલ્ટેશનની માગણી કરી હતી. મહિલા ડોક્ટરે તેને કોઈ પુરુષ ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા સલાહ આપી હોવા છતાં આરોપીએ પોતાનો નગ્ન વીડિયો મોકલી “મારે તારી પાસે જ ટ્રીટમેન્ટ લેવી છે” એવું કહી સતત માનસિક હેરેસમેન્ટ શરૂ કર્યું હતું. શરીર પરનું ટેટૂ અને ઈજાના નિશાન બન્યા મજબૂત કડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં જ પીઆઈ એ. એમ. મોરી અને તેમની ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી. આરોપીએ મોકલેલા ન્યૂડ વીડિયોમાં તેના શરીર પર રહેલું એક વિશિષ્ટ ટેટૂ તેમજ અગાઉ થયેલા અકસ્માતના નિશાન તપાસ અધિકારીઓના ધ્યાને આવ્યા હતા. સુરત સાયબર સેલની ટીમે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને નવી મુંબઈના ઉર્વે સેક્ટર-19 સ્થિત ‘સિદ્ધિવિનાયક હોમ્સ’ ખાતે દરોડો પાડી આરોપી તુષાર વાસકરને ઝડપી લીધો હતો. પિતાની મિલકતના ભાડા પર નભતો અને દારૂની લત ધરાવતો આરોપી સાયબર સેલના ડીસીપી બિશાખા જૈને સમગ્ર મામલે વિગતો આપતાં જણાવ્યું કે, આરોપી તુષાર મેઘનાથ વાસકર મૂળ નવી મુંબઈનો રહેવાસી છે અને માત્ર ધોરણ-7 સુધી ભણેલો છે. તે કોઈ નોકરી કે વ્યવસાય કરતો નથી. પિતાના અવસાન બાદ પરિવારની મિલકતોમાંથી આવતા ભાડા અને જમીન-મકાનની છૂટક દલાલીની આવક પર નભે છે. આખો દિવસ ફ્લેટમાં બેસી દારૂ પીવાની ટેવ ધરાવતો આ યુવક ભૂતકાળની કોઈ અંગત હતાશા કે વિકૃતિને કારણે મહિલા ડોક્ટરોને ટાર્ગેટ બનાવી હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. સુરતની અન્ય મહિલા ડોક્ટર્સ પણ ભોગ બની પોલીસ પૂછપરછ તેમજ સુરત ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન દ્વારા મળેલી વિગતો મુજબ, આરોપીએ સુરતની અન્ય કેટલીક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ્સને પણ આ જ રીતે ગૂગલ પરથી નંબર મેળવી બીભત્સ મેસેજ અને ફોટો-વીડિયો મોકલી પરેશાન કરી હતી. મહિલા તબીબોની સામૂહિક રજૂઆત બાદ પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અન્ય કેટલી મહિલાઓને નિશાન બનાવી છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી તેલ કાઢશે:ભાવ એ જ-માલ ઓછો, FMCG કંપનીઓનો નવો ખેલ, તહેવારોમાં ખિસ્સાં ખાલી થઇ જશે, બચવાની 4 સ્માર્ટ ટ્રિક
    Next Article
    ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી:ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવત, માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment