Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેસ્બિયન મેરેજ, ચિટિંગ અને ટીમ-મેઈટ સાથે અફેર!:ઓસ્ટ્રેલિયાની વાઇસ કેપ્ટનના લગ્ન તૂટ્યા; એશ્લે ગાર્ડનરે પત્નીનાં આરોપ પર ઇન્સ્ટાગ્રામ પર જવાબ આપીને મૌન તોડ્યું

    18 hours ago

    ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર તેની પત્ની મોનિકા રાઇટથી અલગ થઈ ગઈ છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. ગયા મહિને રાઇટે જણાવ્યું કે ગાર્ડનર અને તેમનો સંબંધ પૂરો થઈ ચૂક્યો છે. રાઇટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક આર્ટિકલ શેર કર્યો, જેમાં તેણે આરોપ લગાવ્યો કે ગાર્ડનરે ઓસ્ટ્રેલિયાની પોતાની ટીમ-મેઈટ જ્યોર્જિયા વૉલ સાથે તેને ચીટ કરી છે. એશ્લે ગાર્ડનરે ઈન્સ્ટાગ્રામ પર રજૂ કર્યો પોતાનો પક્ષ આ મામલે એશ્લે ગાર્ડનરે પહેલીવાર મૌન તોડ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું, 'મારી પત્નીથી અલગ થવું એ મારો અંગત મામલો છે, પરંતુ હું સમજું છું કે વાઇસ કેપ્ટનના પદ પર હોવાના કારણે મારી વર્તમાન વૈવાહિક સ્થિતિ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટતા આપવી જરૂરી હતી. હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડની આભારી છું કે તેમણે મારા નેતૃત્વ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. આગામી સીઝનમાં હું એક લીડર તરીકે મારી ભૂમિકા પૂરી જવાબદારીથી નિભાવવા અને મારા સાથી ખેલાડીઓને તમામ શક્ય સહયોગ આપવા માટે ઉત્સાહિત છું.' ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનરે તમામ લોકો પાસે પ્રાઇવસી જાળવવાની અપીલ કરી છે. તેણે આગળ લખ્યું- 'હું અને મોનિકાએ સાથે વિતાવેલા સમયને હંમેશાં સાચવીને રાખીશું. આ સ્થિતિના કારણે જે દુઃખ અને તકલીફ થઈ છે, તે બદલ મને અફસોસ છે. હું તેના ઉજ્જવળ અને ખુશહાલ ભવિષ્યની કામના કરું છું. હાલમાં હું આ મામલે અન્ય કોઈ સાર્વજનિક ટિપ્પણી નહીં કરું. હું આપ સૌને વિનંતી કરું છું કે આમાં સામેલ લોકોની પ્રાઇવસીનું સન્માન કરો.' આરોપ છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વાઇસ-કેપ્ટન તરીકે જાળવી રાખી આરોપ છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગાર્ડનરને વુમન્સ ટીમની વાઇસ-કેપ્ટન જાળવી રાખી છે. આ અંગે CEO ટોડ ગ્રીનબર્ગે કહ્યું- ‘બોર્ડ સ્તરે તેના ભવિષ્ય અંગે ચર્ચા થઈ હતી.’ ગ્રીનબર્ગે કહ્યું- ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ગાર્ડનર અને વૉલના સંબંધોની જાણકારી સાર્વજનિક થાય તે પહેલાં જ હતી. ગાર્ડનરની સ્થિતિ પછી ખેલાડીઓના સંબંધો અને લીડરશિપ રોલને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની કાર્યસ્થળ સન્માન નીતિમાં વધારાના ઉપાયો ઉમેર્યા છે.’ બોર્ડે ગાર્ડનરને પદ પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો ગ્રીનબર્ગે ડાર્વિનમાં પત્રકારોને કહ્યું, “ગઈકાલે બોર્ડ સ્તરે આ મુદ્દા પર ચર્ચા થઈ. બોર્ડે આ વિશે અપડેટ માંગ્યું હતું, જે અમે આપ્યું.” તેમણે કહ્યું, “તેનું પરિણામ એ આવ્યું કે બોર્ડ ગાર્ડનરના વાઇસ-કેપ્ટનના પદ પર યથાવત રહેવાનું સંપૂર્ણ સમર્થન કરે છે. ગાર્ડનરને આ ભૂમિકા માટે નિયુક્ત કરી હતી અને બોર્ડ તેના માટે ખૂબ ઊંચું સન્માન ધરાવે છે.” ગ્રીનબર્ગે જણાવ્યું કે અધિકારીઓએ ગાર્ડનરના વાઇસ-કેપ્ટન પદ પર યથાવત રહેવાના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. આ પછી નક્કી કર્યું કે 29 વર્ષીય ગાર્ડનર નેતૃત્વ સમૂહનો ભાગ બની રહેશે. સંબંધોની જાણકારી પહેલાથી હતી ગ્રીનબર્ગે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ગાર્ડનર અને વૉલના સંબંધો વિશે તે સાર્વજનિક થાય તે પહેલાં જાણ હતી. તેમણે જણાવ્યું કે આ મામલા પછી ખેલાડીઓના સંબંધો અને નેતૃત્વની ભૂમિકાને લઈને નીતિમાં કેટલાક વધારાના ઉપાયો કર્યા છે. તેમણે કહ્યું, “અમારી પાસે કાર્યસ્થળ સન્માન નીતિ છે, જેમાં હવે અમે કેટલાક વધારાના ઉપાયો ઉમેર્યા છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ટીમના સિલેક્શનમાં વાસ્તવિક કે દેખાતા હિતોના ટકરાવની સ્થિતિ ન બને.” ગ્રીનબર્ગે કહ્યું કે વાઇસ-કેપ્ટનને ટીમના સિલેક્શનમાં કોઈ અધિકાર હોતો નથી. તેમ છતાં, નેતૃત્વની ભૂમિકા અને તે ખેલાડીના સંભવિત પ્રભાવને જોતાં નીતિમાં સુરક્ષા ઉપાયો નક્કી કરવા જરૂરી હતા. તેમણે કહ્યું, “આ ઉપરાંત, અમે તેને અંગત મામલો માન્યો છે.” વૉલના સિલેક્શન સંબંધિત વાતચીત કરી શકશે નહીં ટોડ ગ્રીનબર્ગે સ્પષ્ટ કર્યું કે વાઇસ-કેપ્ટન તરીકે ગાર્ડનરને વૉલના પ્લેઇંગ-11 અથવા ટીમમાં પસંદગી અંગે ખેલાડીઓ કે પસંદગીકારો સાથે કોઈ વાતચીત કરવી પડશે નહીં. તેમને આવા કોઈપણ અન્ય મામલાથી પણ દૂર રહેવું પડશે, જેનાથી હિતોના ટકરાવની સંભાવના બની શકે છે. ગ્રીનબર્ગે આ અંગે કહ્યું, “હા, આ સાચું છે. અમને લાગે છે કે આ જરૂરી છે. ભલે વાસ્તવિક ટકરાવ ન હોય, પરંતુ બહારના લોકોને, ટીમની અન્ય ખેલાડીઓ કે સ્ટાફને ટકરાવની આશંકા દેખાઈ શકે છે.” તેમણે કહ્યું, “અમે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ, કારણ કે બધી રમતોની જેમ અમે પણ આ શીખી રહ્યા છીએ કે ઉચ્ચ પ્રદર્શનવાળા વાતાવરણ કેવી રીતે કામ કરી શકે છે.” ટોડ ગ્રીનબર્ગે કહ્યું, “અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમારી નીતિઓ વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે આગળ વધે. મને લાગે છે કે અમે બરાબર આ જ કર્યું છે. બોર્ડે ગાર્ડનરને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને શરૂઆતથી તેમની સાથે રહ્યું છે.”
    Click here to Read More
    Previous Article
    सरकारी के बाद अब प्राइवेट स्कूल शिक्षकों को भी कैशलेस इलाज की सुविधा, तैयारी में यूपी सरकार
    Next Article
    દિવાળી પહેલા મોંઘવારીનો બોમ્બ!:પડીકું કેવી રીતે કાપશે ખિસ્સું? તેલથી લઈને સાબુ સુધી મોટી લૂંટ, બચવાની 4 સ્માર્ટ ટ્રીક

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment