Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ બસ ડેપોમાં વ્યસનમુક્તિ, રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો:બ્રહ્માકુમારી બહેનોએ કર્મચારીઓને વ્યસનમુક્ત જીવનનો સંદેશ આપ્યો

    7 hours ago

    ભરૂચ સીટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસનમુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અંગે એક પ્રદર્શન યોજાયું હતું. જેમાં કર્મચારીઓને વ્યસનના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે જાગૃત કરાયા હતા. નાટકના માધ્યમથી વ્યસનના દુષ્પરિણામો દર્શાવી, તેમને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કર્મચારીઓને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રક્ષાબંધન નિમિત્તે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને સદાચારપૂર્ણ જીવનનો સંદેશ પણ અપાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના તારા દીદી, બી.કે. પલ્લવી દીદી, સીટી સેન્ટર બસ ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત એસટી વિભાગના અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાપુતારામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ:અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા;રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંદેશ સાથે સમાપન
    Next Article
    क्या चीफ़ जस्टिस का विरोध कोई अपराध है? बार काउंसिल के पत्र पर बवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment