Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ:અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા;રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંદેશ સાથે સમાપન

    8 hours ago

    ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર પી.વી. પરમાર અને જે. કે. બારીયાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં સ્થાનિક નાગરિકો, સરકારી અધિકારીઓ, પોલીસ જવાનો, વન વિભાગના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને આદિવાસી અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. નોટિફાઇડ કચેરીથી થઈ યાત્રાની શરૂઆત તિરંગા યાત્રાની શરૂઆત નોટિફાઇડ કચેરી ખાતેથી કરવામાં આવી હતી. હાજર તમામ સહભાગીઓએ હાથમાં ત્રિરંગો લહેરાવી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગગનભેદી નારા લગાવ્યા હતા. યાત્રા દરમિયાન સાપુતારાના માર્ગો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા, જેમાં સ્થાનિક લોકો ઉપરાંત ફરવા આવેલા પ્રવાસીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેન સર્કલ ખાતે રાષ્ટ્રગાન સાથે સમાપન આ યાત્રા સાપુતારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મેન સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં સમૂહ રાષ્ટ્રગાન સાથે તેનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સમયે સમગ્ર વિસ્તાર ગૌરવ અને શાંતિના ભાવથી ગુંજી ઊઠ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રધ્વજની ગરિમા, શિસ્ત અને દેશની અખંડિતતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કરાયો હતો. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવાનો ઉદ્દેશ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારીની ભાવના મજબૂત કરવાનો છે. સાપુતારામાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર પંથકમાં રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મનપાના સફાઈ કર્મચારીઓનો પડતર પ્રશ્નોને લઈ ઉગ્ર આક્રોશ:15 ઓગસ્ટે કાળી પટ્ટી પહેરી કાર્યક્રમમાં વિરોધ કરશે, દુર્વ્યવહાર કરનારા તમામ દોષિતોને સસ્પેન્ડ કરવા માગ
    Next Article
    ભરૂચ બસ ડેપોમાં વ્યસનમુક્તિ, રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો:બ્રહ્માકુમારી બહેનોએ કર્મચારીઓને વ્યસનમુક્ત જીવનનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment