Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરાર

    2 days ago

    મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી વતની છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, તેની પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ અને તેની દાદી સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. જુઓ અકસ્માતના ત્રણ દૃશ્યો દૂધનું ટેન્કર અને કાર સામસામે અથડાયા મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર અકસમાતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સંતરામપુર પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે. કલેકટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. બંનેએ અકસ્માત કેવી રીતે થયો તેની જાણકારી મેળવી હતી અને ઘટના અંગે અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    આરજી કર રેપ કેસ: પૂર્વ TMC ધારાસભ્ય પર ટોળાનો હુમલો:ઇંડા ફેંક્યા-કાદવ લગાવ્યો, જૂતાનો હાર પહેરાવ્યો, 'ચોર-ચોર'ના નારા; હેલ્મેટ પહેરાવીને કોર્ટમાં લઈ જવા પડ્યા
    Next Article
    શ્રાવણ માસ નિમિત્તે ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ:રાજકોટમાં 77 એકમોની તપાસ કરી 98 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જુદા-જુદા વેપારીઓ પાસેથી રૂ.10,000ની વસુલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment