Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસ નિમિત્તે ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ:રાજકોટમાં 77 એકમોની તપાસ કરી 98 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જુદા-જુદા વેપારીઓ પાસેથી રૂ.10,000ની વસુલાત

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ફરાળી ખાદ્યચીજોના વ્યાપક વેચાણને ધ્યાને રાખીને સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ફરાળી પેટીસ સહિત અન્ય ફરાળી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો દ્વારા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થાય તેનાં માટે શહેરમાં વ્યાપક સર્વેલન્સ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન ભેળસેળ, અસ્વચ્છતા અને ગંદકી સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે કુલ 77 જેટલી પેઢીઓ અને વેપારી એકમોની સ્થળ પર તપાસ કરી હતી. તેમજ 98 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી જુદા-જુદા વેપારીઓ પાસેથી રૂ.10,000ની વસુલાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને અસ્વચ્છ સ્થિતિમાં રખાયેલો આશરે 98 Kg અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો જપ્ત કરી તેનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ ખામીઓ બદલ કુલ 08 પેઢીઓને સ્ટોરેજ, ફૂડ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન (સ્વચ્છતા) જાળવવા બાબતે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ અલગ-અલગ એકમો પાસેથી કુલ મળીને રૂ. 10,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ગુણવત્તાની ચકાસણી અર્થે FSS-એક્ટ હેઠળ 04 ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી લાલા રઘુવંશી ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): સ્થળ પરથી 3 Kg લોટ અને 3 Kg ફરાળી ચિપ્સનો અખાદ્ય જથ્થો નાશ કરાયો. જય જલારામ ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): 4 Kg પેટીસ અને 2 Kg લોટનો નાશ કરાયો. જય રામનાથ પેટીસ (લક્ષ્મીવાડી મેઈન રોડ): લાઇસન્સ અંગે નોટિસ આપી 2 Kg પેટીસ અને 1 Kg લોટનો નાશ કરાયો. T-1 મદ્રાસ કાફે ગોડાઉન (સ્પીડવેલ ચોક): 25 Kg વાસી/અખાદ્ય ખોરાકનો નાશ કરાયો, હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપી રૂ. 5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો. ટાઈની ટેસલ એન્ટરપ્રાઇઝ - બર્ગર સિંઘ (150 ફીટ રિંગ રોડ): 18 Kg એક્સપાયરી થયેલ બર્ગર બનનો નાશ કરાયો અને રૂ. 1000 નો દંડ કરાયો. ટ્રીટ્સ ઇટ્સ (150 ફીટ રિંગ રોડ): 15 Kg વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો. એન્જલ ચાઈનીઝ પંજાબી (યુનિ. રોડ): 8 Kg પનીરનો નાશ કરી હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ અપાઈ. જય સોમનાથ ફૂડઝોન (યુનિ. રોડ): 2 Kg એનાલોગ પનીરનો નાશ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ. શ્રી રાધે ડેરી ફાર્મ (હરિઘવા રોડ): 2 Kg એક્સપાયરી બેકરી પ્રોડક્ટસનો નાશ કરાયો. શિવ કાફે (150 ફીટ રિંગ રોડ): હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપી રૂ. 1000 નો ચાર્જ વસૂલ કરાયો. વિકફૂડ પ્રા.લી (હરિઘવા રોડ): અસ્વચ્છતા બદલ નોટીસ આપી રૂ. 3000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો. વેરાઈ પરોઠા હાઉસ અને દરબાર ડાઇનિંગ હોલ (80 ફીટ રોડ): લાઇસન્સ ન હોવાથી બંને પેઢીઓને નોટિસ ફટકારાઈ. આ સિવાય ગુણવત્તા ચકાસણી માટે પેશુંમલ ચેલરામ કંપની (પરાબજાર) માંથી 'વાસ્તુ' અને 'સુકુન' બ્રાન્ડના ગાયના ઘીના 2 સેમ્પલ તથા શ્રી ખોડીયાર ડેરી ફાર્મ (યુનિવર્સિટી રોડ) માંથી લુઝ પનીર અને શુદ્ધ ઘીના 2 સેમ્પલ લેવાયા હતા. તેમજ ફૂડ વિભાગની ટીમે શહેરના 80 ફીટ રોડ, હરિઘવા રોડ, આકાશવાણી ચોક, જીવરાજ પાર્ક અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ પેટીસ, ભારત ડેરી ફાર્મ, વિકાસ ડેરી ફાર્મ, ધારેશ્વર ફરસાણ, રાધે ક્રિષ્ના પેટીસ, ભારત ફરસાણ, ભારત વિજય ડેરી, જય શ્યામ પેટીસ, શ્રીજી પેટીસ, જે કે દાળ પકવાન, પટેલ પાણીપૂરી, ગાયત્રી પાણીપુરી, બાલાજી સાઉથ ઇન્ડિયન સહિત 50 થી વધુ નાના-મોટા ખાદ્ય એકમો પર સ્થળ તપાસ હાથ ધરીને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરાર
    Next Article
    'સૂચના આપવી રેગિંગ નથી, આ શબ્દ જ ખોટો છે':ડૉ. હર્ષ આપઘાત કેસમાં આરોપી ડો.અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ હાજર થયો, કહ્યું-આપઘાત પાછળ બીજા કારણો હોઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment