Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:માતા-પુત્ર અને દાદીના મોત, મૃતકો દાહોદના; ટેન્કર ચાલક ફરાર

    2 weeks ago

    મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના વતની છે. મૃતકોમાં કાર ચાલક પુત્ર, તેની માતા અને અને દાદીનો સમાવેશ થાય છે. મૃતકોની વિગત હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ (પુત્ર) પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ (માતા) સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિ (દાદી) સામસામે અથડાતા કારનો કચ્ચરઘાણ મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્રણેય મૃતકો ફતેપુરાના રહેવાસી આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર અકસમાતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સંતરામપુર પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે. કલેકટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. બંનેએ અકસ્માત કેવી રીતે થયો તેની જાણકારી મેળવી હતી અને ઘટના અંગે અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    દારૂના નશામાં બિલ્ડરનું 2 રાઉન્ડ ફાયરિંગ, CCTV:લસકાણામાં ચા-પાનના ગલ્લા પર સંચાલકે મજાક કરવાની ના પાડતા રૌફ જમાવ્યો, પોલીસે આરોપીને દબોચ્યો
    Next Article
    45 દિવસમાં વાંધો નહીં લો તો ટ્રાફિક ચલણ સ્વીકાર્યું ગણાશે:ભરવા વધુ 30 દિવસ મળશે, ટ્રાફિકનું ઈ-ચલણ 3 દિવસમાં અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવી ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment