Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 દિવસના માસૂમને તરછોડી બે યુવતી ફરાર, CCTV:સોસાયટીમાં કોઈ ન દેખાતા બાળકને પાણીપુરીની લારીમાં મુકી દીધું, બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ

    10 hours ago

    અમદાવાદમાં માતાના નામને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામ નજીકની કોઠારી હોસ્પિટલ પાસે બે યુવતીઓએ આવીને બે દિવસના ફુલ જેવા નાના બાળકને તરછોડી છોડી દીધું હોવાની ઘટના બની છે. બાળકના રડવાનો અવાજ આવતાની સાથે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. હાલમાં બાળકને હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. બાળકને છોડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે યુવતીઓ મૂકીને જતી દેખાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બે દિવસનું નાનું બાળક જીવિત હાલતમાં તરછોડેલું મળ્યું શહેરના ઇન્દિરા બ્રિજ નજીક ભાટ ગામ પાસે કોઠારી હોસ્પિટલ આવેલી છે, જ્યાં બહારના ભાગે ગઈકાલે 17 માર્ચના રોજ રાત્રે 9.10 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે એક બે દિવસનું નાનું બાળક જીવિત હાલતમાં તરછોડેલું મળી આવ્યું છે. જેથી એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે નાનું બાળક જીવિત હાલતમાં હતું. માત્ર શરીર પર એક જ કપડું લપેટાયેલું હતું. એકના હાથમાં નાનું બાળક અને બીજીએ બેગ ભરાવી હતી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રાત્રે 8.41 વાગ્યાની આજુબાજુ બે યુવતીઓ સાંકડી ગલીના ભાગમાં આવતી જોવા મળી હતી. જેમાં એક યુવતીના હાથમાં નાનું બાળક હતું અને બીજી યુવતીએ બેગ ભરાવેલી હતી. બંને યુવતીઓ ગલીમાં આવી અને ઊભી રહી હતી. એક મિનિટ સુધી બંનેએ આસપાસમાં નજર કરી કે અહીંયા કોઈ જોતું નથીને. થોડીવાર ઉભા રહ્યાં હતા ત્યારે એક બે લોકો ગલીમાંથી નીકળ્યા હતા. જેથી તેઓ તેમના જવાની રાહ જોતા હતા. બંને યુવતીઓ માત્ર બે મિનિટમાં જ બાળકને તરછોડીને રવાના બંને જેવા થોડા દૂર ગયા તરત જ ત્યાં બાજુમાં પાણીપુરીની એક લારી પડી હતી. જે પાણીપુરીની લારીમાં બાળકને તરછોડી દીધું હતું. એ દરમિયાન એક ભાઈ બહાર નીકળ્યા હતા, પરંતુ બાળકને તરછોડવા માટેની ઉતાવળ હતી જેને લઈને તરત જ બંને યુવતીઓ પાણીપુરીની લારીમાં બાળકને મૂકીને ત્યાંથી નીકળી ગઈ હતી. બંને યુવતીઓ આવીને માત્ર બે મિનિટમાં જ બાળકને તરછોડીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ મામલે એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં લોહિયાળ જંગ:બે જૂથ વચ્ચે અથડામણમાં ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકતા એક યુવકનું મોત, 3 ઇજાગ્રસ્ત
    Next Article
    Senegal Stripped Of AFCON Title, Morocco Declared Champions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment