Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ધાર્મિક મંચ પરથી અશ્લીલ ડાન્સથી વિવાદ:સ્થાનિકોના રોષથી આયોજકોએ જાહેરમાં માફી માગી, શ્રાવણ માસમાં મર્યાદા નેવે મુકાઈ

    2 weeks ago

    સુરતના ડિંડોલીમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રમુખ પાર્ક બ્રિજ નીચે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ભક્તિભાવપૂર્વક એકઠા થયા હતા. જો કે, કાર્યક્રમ દરમિયાન અચાનક જ ધાર્મિક વાતાવરણ ડહોળાયું હતું અને ભક્તિના બદલે મંચ પરથી ભોજપુરી ગીતો પર અશ્લીલ ડાન્સ શરૂ થયો હતો. ભોજપુરી ગીતો પર અશ્લીલ ડાન્સથી સ્થાનિકો ભડક્યા અચાનક સ્ટેજ પરથી ભોજપુરી ગીતો વાગવાનું શરૂ થઈ ગયું હતું. આટલું જ નહીં, આમંત્રિત કલાકારો દ્વારા મંચ પરથી જ અત્યંત અશ્લીલ અને મર્યાદા વગરનું નૃત્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં આવી અશ્લીલતા જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો. લોકોએ તરત જ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવીને હોબાળો મચાવ્યો હતો. ડીંડોલીમાં ઉત્તર ભારતીય સમાજની મોટી વસતી ઉલ્લેખનીય છે કે, ડિંડોલી વિસ્તારમાં ઉત્તર ભારતથી આવીને વસેલા લોકોની વસતી ખૂબ જ મોટી સંખ્યામાં છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર તહેવારમાં ભોજપુરી કલાકારો દ્વારા કરવામાં આવેલા અશ્લીલ પ્રદર્શનથી સમગ્ર વિસ્તારના શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ હતી. વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે લોકોએ આયોજકોને તાત્કાલિક કાર્યક્રમ બંધ કરવા અને જવાબદારી સ્વીકારવા માટે મજબૂર કર્યા હતા. મામલો બિચકતાં આયોજકોએ માફી માગી આખરે પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે આયોજકો બેકફૂટ પર આવી ગયા હતા. પોતાની મોટી ભૂલ સ્વીકારીને આયોજકોએ તરત જ કાર્યક્રમ અટકાવ્યો હતો અને જાહેર જનતા તેમજ શ્રદ્ધાળુઓ સમક્ષ હાથ જોડીને માફી માગી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોમાં મર્યાદા જાળવવા અંગે ભારે ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    આરજી કર કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ TMC ધારાસભ્ય પર હુમલો:કોર્ટ લઈ જતી વખતે ભીડે માર માર્યો, ચંપલ-ઈંડા ફેંક્યા; ઉતાવળમાં ડોક્ટરના અંતિમ સંસ્કારનો આરોપ
    Next Article
    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનાક અકસ્માત:કારમાં સવાર માતા-પુત્ર અને દાદીના મોત, મૃતકો દાહોદના ફતેપુરાના; ટેન્કર ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment