Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ ઓળખપત્રથી નોકરી મેળવી:મહિલા સામે ગુનો દાખલ કરવા સોનગઢ કોર્ટનો આદેશ

    2 weeks ago

    સોનગઢ કોર્ટે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં બોગસ સરકારી ઓળખપત્ર બનાવી નોકરી મેળવનાર એક મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આક્ષેપો અને પુરાવા ધ્યાનમાં લીધા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કેસ સોનગઢના બરડીપાડા, ઉકાઈના રહેવાસી આદિવાસી મહિલા શાંતિબેન નપુરીયાભાઈ ગામીતનો છે. શાંતિબેન 1982 થી 1986 દરમિયાન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં રોજમદાર શ્રમિક તરીકે કાર્યરત હતા, ત્યારબાદ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. વર્ષ 1986માં જ્યારે યુનિયન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે અરજી કરવામાં આવી, ત્યારે શાંતિબેન પ્રસુતિની તબીબી સારવાર હેઠળ હતા. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને તેમની મોટી બહેને, તત્કાલીન યુનિયન લીડર ગોપાલભાઈ સામુદ્રે અને સુમનભાઈ ગામીત સાથે મળીને, શાંતિબેનના નામના બોગસ ખાનગી અને સરકારી ઓળખપત્રો બનાવ્યા. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી બહેને શાંતિબેનના બદલે નોકરી મેળવી લીધી હતી. લાંબા સમય બાદ આ ગેરરીતિની જાણ થતાં, પીડિતા શાંતિબેન અને તેમના પુત્ર અનિલ ગામીતે માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ માહિતી એકત્ર કરી. તપાસમાં તેમને જાણવા મળ્યું કે શાંતિબેનના નામે બોગસ દસ્તાવેજો બનાવીને તેમની મોટી બહેન સીમીબેને નોકરી મેળવી હતી. આ ઘટના બાદ પીડિતા શાંતિબેને થર્મલ પાવર સ્ટેશન, મુખ્યમંત્રી કાર્યાલય, તકેદારી અધિકારી ગાંધીનગર, આદિવાસી વિકાસ કમિશનર, કલેક્ટર વ્યારા, ડી.એસ.પી. વ્યારા અને ઉકાઈ પોલીસ સ્ટેશન સહિત અનેક સરકારી કચેરીઓમાં વારંવાર ફરિયાદો કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો ન હતો. ત્યારબાદ પીડિતાએ વકીલ મારફત ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ કરી. શરૂઆતમાં, એક જ કુટુંબના સભ્યો હોવાથી સામાજિક સમાધાન થયું હતું અને આરોપી મોટી બહેન સીમીબેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જોકે, સમાધાનની શરતોનું પાલન ન થતાં ફરી વિવાદ થયો. પીડિતાએ ફરી ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ન્યાય મેળવવા માટે પીડિતાએ સોનગઢના વકીલ રાકેશ કે. બધેકા મારફત સોનગઢ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. કોર્ટે ઉકાઈ પોલીસને તપાસનો આદેશ આપ્યો. તપાસ બાદ ઉકાઈ પોલીસે પોતાના રિપોર્ટમાં ગુનો બનતો હોવાનું સ્વીકાર્યું. આ પછી, સોનગઢ કોર્ટના જજ શ્રી એમ.ડી. પરમાર સાહેબે આ કડક પગલું ભરવાનો આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં, ખેતી પાકને ફાયદો
    Next Article
    'મારો પતિ હલકટ, વ્યાભિચારી અને ચોર છે':માતાએ કહ્યું-દીકરા સાથે અવારનવાર ઝઘડા કરતો, રાજકોટમાં હથોડા મારીને પુત્રને પતાવી દેનાર પિતાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment