Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારો પતિ હલકટ, વ્યાભિચારી અને ચોરી કરે છે':માતાએ કહ્યું-દીકરા સાથે અવારનવાર ઝઘડા કરતો, રાજકોટમાં હથોડા મારીને પુત્રને પતાવી દેનાર પિતાની ધરપકડ

    2 weeks ago

    રાજકોટમાં ગઈકાલે(13 ઓગસ્ટ) ભર નીંદરમાં સુતેલા પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર પિતાની ભક્તિનગર પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. મૃતકની માતા હંસાબેન સવસેતાએ ફરિયાદમા જણાવ્યું હતું કે, મારો પતિ ચોરી ચપાટી કરે છે, સાવ હલકટ, વ્યાભિચારી અને બારસલ્લો છે. સુધરવાનું નામ નથી લઇ રહ્યો જેના કારણે મારા દીકરા અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. દીકરો પણ તેને આ બાબતે વારંવાર ટોકતો પણ હતો. ગઈકાલે દીકરો ઘરે સૂતો હતો, આ દરમિયાન આવી પતિએ લોખંડના હથોડાના ઘા માથાના ભાગે તેમજ ડાબી આંખના ઉપરના ભાગે મારી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગૃહક્લેશથી કંટાળી છેલ્લા એકાદ મહિનાથી માતા તેની દીકરીના ઘરે રહેવા ગયા હતા અને આહીર ચોકમાં પિતા-પુત્ર એકલા જ રહેતા હતા. હથોડાના ઘા ઝીંકી પોલીસ સ્ટેશન પહોંચ્યો રાજકોટના આહીર ચોક નજીક નહેરુનગર શેરી નંબર 8માં રહેતા બાબુભાઇ સવસેતાએ ઘરે જ સાંજના સમયે ભર નીંદરમાં સુતેલા પુત્રને હથોડાના ઘા ઝીંકી પતાવી દીધો અને બાદમાં આરોપી થોડો સમય નજીકના ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ આરોપી પિતાને સાથે લઇ ઘટનાસ્થળે પહોંચતા લોહીથી લથપથ હાલતમાં પુત્રની લાશ જોવા મળી હતી. FSLની મદદ લઇ બાદમાં મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડાયો હતો. 3 બહેનોનો એકનો એક ભાઈ, રીલ બનાવતો હંસાબેન સવસેતાને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો રામ હોવાનું સામે આવ્યું છે. મૃતક દીકરો રામ 33 વર્ષનો હતો તે મોબાઈલની દુકાનમાં અગાઉ કામ કરતો હતો, પરંતુ આ નોકરી થોડા સમય પહેલા છોડી દીધી હતી. અને સોશિયલ મીડિયામાં અલગ રીલ્સ બનાવી અને ઇન્ફ્લુએન્ઝર તરીકે પ્રખ્યાત હતો, ઇન્સ્ટાગ્રામમાં 54000 ફોલોઅર્સ પણ ધરાવે છે. આરોપી પિતા 25 વર્ષથી કોઈ કામધંધો કરતો નહોતો રામ અપરણિત હતો, અગાઉ એક વખત સગાઇ થઇ હતી પરંતુ તે તૂટી ગઈ હતી. મૃતક પણ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જયારે આરોપી બાબુ સવસેતા 20-25 વર્ષથી કોઈ કામધંધો કરતો ન હતો અને તેના વિરુદ્ધ 2 વાહન ચોરીના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં એક જ મહિનામાં 8 મર્ડરની ઘટના છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેરમાં 8 હત્યાના બનાવ બન્યા છે, જેમાં મોટા ભાગે સંબંધીઓના ખૂન થયા છે. પ્રથમ બનાવમાં સોમનાથ સોસાયટીમાં પિતરાઈ ભત્રીજા દ્વારા બે કાકાની હત્યા નિપજાવવામાં આવી હતી, બીજા બનાવમાં ભક્તિનગર વિસ્તારમાં પિતરાઈ ભાઈના હાથે ભાઈની હત્યા થઇ હતી. જયારે ત્રીજા બનાવમાં કણકોટ ગામ નજીક સગીર પુત્ર દ્વારા પિતાની હત્યા નિપજાવવામાં આવી હતી અને ગઈકાલે પિતા દ્વારા પુત્રની હત્યા નિપજાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મહિલા મોરચાએ PM મોદીને રાખડી મોકલી:રક્ષાબંધન પર્વ નિમિત્તે સ્નેહ અને સુરક્ષાનો સંદેશ પાઠવ્યો
    Next Article
    Anand Niketan School Shilaj Bajrang Dal protest | આનંદનિકેત સ્કૂલ સામે બજરંગ દળનું વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment