Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબલીયાસણમાં મંદિરમાં દર્શન મામલે વિવાદ:લાંઘણજ પોલીસ મથકે એક પક્ષે એટ્રોસિટી-પોક્સો, જ્યારે સામા પક્ષે હુમલાની ફરિયાદ નોંધાવી

    2 days ago

    મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં આવેલા મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ ઘટનામાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. જેમાં એક પક્ષ તરફથી અનુસૂચિત જાતિના પરિવારને મંદિરમાં પ્રવેશતા અટકાવી છેડતી તથા જાતિવિષયક અપશબ્દો બોલ્યા અંગે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે, જ્યારે સામા પક્ષે મહિલા અને પૂજારી પર હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પ્રથમ પક્ષની ફરિયાદ: એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો આંબલીયાસણ સ્ટેશન વિસ્તારમાં રહેતા સુષ્ટીબેન ધીરજભાઈ સોલંકીની ફરિયાદ અનુસાર, તેઓ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે પિંકીબેન ઉપાધ્યાય, તેમની પુત્રી અને કૌશલભાઈ ઉપાધ્યાયે તેમને જાતિના આધારે મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આરોપીઓએ ઝપાઝપી કરી, સગીરાની છેડતી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આધારે પોલીસે BNS, એટ્રોસિટી એક્ટ અને પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામા પક્ષની ફરિયાદ: મારામારી અને ધમકી બીજી તરફ મોનીકાબેન ઉર્ફે પીંકીબેન કૌશલકુમાર ગુરૂએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મંદિર પરિસરમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે બે યુવતીઓને કચરો વાળ્યા બાદ અંદર જવા કહેતાં વિવાદ થયો હતો. યુવતીઓએ ઉશ્કેરાઈને તેમની સાથે મારામારી કરી હતી અને વચ્ચે પડેલા પૂજારી પતિને પણ ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. પોલીસની તપાસમાં હુમલો કરનાર યુવતીઓની ઓળખ પ્રિયાબેન સોલંકી અને શ્રૃષ્ટીબેન સોલંકી તરીકે થતાં તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર:17 ઓગસ્ટથી અમદાવાદને બદલે સાબરમતીથી સવારે 6:15 વાગ્યે ઉપડશે, આંબલી રોડ સ્ટેશન નવું સ્ટોપેજ; સૌરાષ્ટ્ર જતા મુસાફરોને લાભ
    Next Article
    'Great Transshipment Scam': US Names India Among 40 Hubs Of China's Tariff Evasion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment