Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનીપાજીને કારણે આમિર ખાનની ભીષ્મ પ્રતિજ્ઞા!:સેટ પર ડિરેક્ટરે એક્ટ્રેસને લગ્ન કરવાનું કહ્યું, વાત ના માની તો ફિલ્મમાંથી હાંકી કાઢી; પિતાના ડિવોર્સ વગર બે લગ્ન

    14 hours ago

    ''તારીખ પે તારીખ, તારીખ પે તારીખ...તારીખ પે તારીખ મિલ રહી હૈ...લેકિન ઇન્સાફ નહીં મિલા, મિલતી હૈ તો સિર્ફ તારીખ....'' (દામિની) ''મૈં હૂં ક્રાઇમ માસ્ટર ગોગો... આંખે નિકાલ કે ગોટિયાં ખેલતા હૂં...'' (અંદાઝ અપના અપના) ''બલવંત રાય કે હાથ મેં લોહા હૈ... લોહે કો તોડને કે લિયે તાકત નહીં, હોસલા ચાહિયે...'' (ઘાયલ) ''ઇસી ડ્યૂટી કે નામ પર હમ પિછલે 48 ઘંટો સે મૌત સે જૂઝ રહે હૈં ઔર હમારા ડિપાર્ટમેન્ટ હમારી ઠોકને પે તુલા હુઆ હૈ...'' (ખાખી) આ તમામ ડાયલૉગ્સમાં એક વાત કોમન છે અને તે એ છે કે આ તમામ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે. રાજકુમાર સંતોષીની 14 ઓગસ્ટે આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બટવારા 1947' રિલીઝ થઈ રહી છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ, પ્રીટિ ઝિન્ટા, શબાના આઝમી તથા કરન દેઓલ (સની પાજીનો મોટો દીકરો) લીડ રોલમાં છે. આ ફિલ્મને આમિર ખાન પોતે પ્રોડ્યુસ કરી રહ્યો છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું સંતોષી પરિવારની. રાજકુમાર સંતોષીના પિતા પ્યારેલાલની કઈ ફિલ્મ પર ભારત સરકારે બૅન મૂક્યો? પ્યારેલાલની પડતીની શરૂઆત ક્યારથી થઈ? રાજકુમાર સંતોષીએ કેમ બાર ધોરણ પછી ભણવાનું છોડી દીધું? રાજકુમાર સંતોષીના સાવકા ભાઈ-બહેન ને સાવકી માતા સાથે કેવા સંબંધો? નાનપણથી લખવાનો શોખ પરિવારના મોભી પી. એલ સંતોષીની વાત કરીએ તો, ઓગસ્ટ, 1916માં મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્યારેલાલ શ્રીવાસ્તવને નાનપણથી લખવાનો શોખ હતો. તેઓ શોર્ટ સ્ટોરી લખતા ને ક્યારેક ગીતો પણ લખતા. 30ના દાયકામાં જબલપુરમાં ફિલ્મનું યુનિટ આવ્યું હતું. તેમને તાત્કાલિક ડાયલૉગ્સ આસિસ્ટન્ટની જરૂર પડી. પ્યારેલાલે તરત જ આ તક ઝડપી લીધી. દસમા ધોરણની એક્ઝામ આપ્યા બાદ જ પ્યારેલાલ ટૂંક સમયમાં જ બોમ્બે (આજનું મુંબઈ) જતા રહ્યા. શ્રીવાસ્વતમાંથી બન્યા સંતોષી પ્યારેલાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે સરનેમ શ્રીવાસ્તવ બદલીને પોતાનું નામ પી. એલ. સંતોષી કર્યું. બોલિવૂડમાં તેમણે ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર, લિરિસિસ્ટ તરીકે અલગ ઓળખ મેળવી. પ્યારેલાલ મુંબઈમાં જ્યારે પહેલી જ વાર આવ્યા ત્યારે કોઈ ઓળખાણ નહોતી. આ સમયે તેમને જદનબાઈ (એક્ટ્રેસ નરગિસના માતા ને સંજય દત્તના નાની)ની ફિલ્મ 'મોતી કા હાર'ના બે ગીતો લખ્યા. આ ઉપરાંત તેમણે ફિલ્મમાં નાનકડો રોલ પણ પ્લે કર્યો. આ જ વર્ષે તેમણે જદનબાઈની ફિલ્મ 'જીવન સ્વપ્ન'ના ચાર ગીતો લખ્યા. ત્યારબાદ પ્યારેલાલ બોમ્બે ટૉકિઝ સાથે જોડાયા અને તેમણે 'બસંત', 'કિસ્મત' જેવી ફિલ્મમાં ગીતો લખ્યા. તેમણે રણજીત મૂવી ટોન્સમાં સાત વર્ષ કામ કરીને 17 ફિલ્મના ગીતો લખ્યા. ઇન્ડસ્ટ્રીમાં પ્યારેલાલને ગુરુજી કહીને બોલાવવામાં આવતા. દેવ આનંદની ડેબ્યૂ ફિલ્મ ડિરેક્ટ કરી 1946માં તેઓ પાછા પ્રભાત સ્ટૂડિયોમાં જોડાયા અને તેમણે ડિરેક્ટર તરીકે ફિલ્મ 'હમ એક હૈ' ડિરેક્ટ કરી. આ ફિલ્મથી દેવ આનંદે બોલિવૂડ ડેબ્યૂ કર્યું. નવાઈની વાત એ છે કે આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર ગુરુદત્ત, પ્યારેલાલના આસિસ્ટન્ટ ડિરેક્ટર તથા કોરિયોગ્રાફર હતા. પ્યારેલાલની આ ડેબ્યૂ ફિલ્મ બોક્સઑફિસ પર કમાલ કરી શકી નહીં, પરંતુ તેમની બીજી ફિલ્મ 'શેહનાઇ'એ બોક્સઑફિસ પર તરખાટ મચાવી દીધો હતો. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 1947 એટલે કે જે દિવસે ભારત આઝાદ થયું તે દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મના 11 ગીતો પ્યારેલાલે જ લખ્યા હતા અને સંગીત સી. રામચંદ્રે આપ્યું હતું. ગુજરાતી પત્રકારે સમજદાર કહ્યા જર્નલિસ્ટ, ડિરેક્ટર તથા પ્રોડ્યુસર બાબુરાવ પટેલે પ્યારેલાલના ડિરેક્શનના ઘણા જ વખાણ કર્યા હતા. તેઓ પોતાના મેગેઝિન 'ફિલ્મ ઇન્ડિયા'માં બી ટાઉનના ટોચના કલાકારોને કડક શબ્દોમાં ઝાટકી નાખતા અચકાતા નહોતા. અલબત્ત, જ્યારે પ્યારેલાલની ડિરેક્ટ કરેલી ફિલ્મ 'હમ એક હૈ' રિલીઝ થઈ ત્યારે તેમણે કહ્યું હતું, સંતોષીના પ્રયાસો ઘણા જ પ્રામાણિક તથા પ્રશંસનીય છે. તેઓ સારા ડિરેક્ટર બનશે. તેઓ હાલમાં દેશમાં રહેલા અનેક મૂર્ખ ડિરેક્ટર્સ કરતાં ઘણા જ સમજદાર ને ચઢિયાતા છે. 'ધુરંધર'માં 'બરસાત કી એક રાત'ની કવ્વાલીએ ધૂમ મચાવી પ્યારેલાલ પોતાની કરિયરમાં 21 ફિલ્મ ડિરેક્ટ કરી, જેમાં મધુબાલા-ભારત ભૂષણની ફિલ્મ 'બરસાત કી એક રાત' સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મના ગીતો સાહિર લુધિયાણવી ને સંગીત રોશન (રાકેશ રોશનના પિતા ને રિતીક રોશનના દાદા)એ આપ્યું હતું. આ ફિલ્મનું ગીત 'ઝિંદગી ભર ના ભૂલેંગે બરસાત કી એક રાત...' તે સમયે લોકપ્રિય ગીત હતું. આ ઉપરાંત કવ્વાલી 'ના કારવાં કી તલાશ હૈ. ના તો હમસફર કી તલાશ હૈ...' તે સમયે તો લોકપ્રિય થઈ હતી, પરંતુ ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર'માં આ કવ્વાલીનો બેકગ્રાઉન્ડ ને સિચ્યુએશન ટ્રેક કરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રોડ્યુસર બન્યા ને કરિયરની પડતી શરૂ થઈ પ્યારેલાલે 1952માં ફિલ્મ 'શીન શિનાકી બૂબલા બૂ' ફિલ્મ પ્રોડ્યુસ તથા ડિરેક્ટ કરી. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા હત્યારાના દીકરા સાથે પ્રણયફાગ રમે છે. સેન્સર બોર્ડ ઑફ ઇન્ડિયાએ ફિલ્મના પાસ કરી દીધી હતી. જોકે, પછી વિરોધ થતાં ભારત સરકારે આ ફિલ્મ પર બૅન મૂક્યો હતો. સરકારે એવું કારણ આપ્યું હતું કે આ ફિલ્મ નૈતિકતાની દૃષ્ટિએ યોગ્ય નથી અને ક્રાઇમને ગ્લોરિફાઇડ કરવામાં આવ્યો છે. જોકે, ઇન્ડસ્ટ્રીએ આ વાતનો વિરોધ કરતાં થોડા સમય બાદ ફિલ્મનો બૅન હટાવી દેવામાં આવ્યો, પરંતુ બોક્સઑફિસ પર ફિલ્મ સુપરફ્લોપ રહી. પરિણીત ને સંતાનો છતાં ડિવોર્સ વગર બીજા લગ્ન પ્યારેલાલ થોડા વર્ષો બોમ્બેથી મદ્રાસ (ચેન્નઇ) ગયા. ત્યાં તેમણે તમિળ ફિલ્મ્સ બનાવી. આ દરમિયાન તેઓ તમિળ મહિલા રાજમને મળ્યા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. તે સમયે ભારતમાં ડિવોર્સ વગર બીજા લગ્ન ના થઈ શકે તે અંગેનો કાયદો નહોતો. પ્યારેલાલે બીજા લગ્ન કર્યા. 17 જુલાઈ, 1956માં દીકરા રાજકુમારનો જન્મ થયો. આ સમયે તેમનો મોટા દીકરો 17 વર્ષની ઉંમરની હતો. રાજકુમાર સંતોષી પાંચ વર્ષના થયા ત્યારે પ્યારેલાલ પરિવાર સાથે હંમેશના માટે મુંબઈ શિફ્ટ થયા. બીજા લગ્નથી પ્યારેલાલને દીકરી પદ્મિની તથા અન્ય એક દીકરી પણ છે. તેણે 1992માં સુનીલ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા. તેમની બંને દીકરીઓ લાઇમલાઇટથી દૂર રહે છે. ફિલ્મ ફ્લોપ થતાં ભાડાના ઘરમાં રહેવા ગયા બોલિવૂડમાં પ્યારેલાલની ફિલ્મ એક પછી એક ફ્લોપ થતાં તેમની પાસે ખાસ પૈસા રહ્યા નહીં. આ જ કારણે તેઓ થાણેના ભાડાના એક નાના રૂમમાં બીજી પત્ની ને સંતાનો સાથે રહેવા લાગ્યા. તેલુગુ ફિલ્મને હિંદીમાં લખીને ઘોસ્ટ રાઇટર તરીકે ઘરનું ગુજરાન ચલાવતા. રાજકુમાર સંતોષીએ બારમા ધોરણ પછી ભણવાનું છોડી દીધું. તેમને પણ પિતાની જેમ જ ડિરેક્ટર બનવું હતું. 60 વર્ષની ઉંમરે અવસાન 1978માં કિડની ફેઇલ્યોરને કારણે પ્યારેલાલનું સરકારી હૉસ્પિટલ KEM (કિંગ એડવર્ડ મેમોરિયલ)માં અવસાન થયું. પ્યારેલાલ તો ફાની દુનિયાને છોડીને જતા રહ્યું, પરંતુ ઘરમાં બચતના નામે મીંડું હતું. પરિવારમાં પ્યારેલાલના માતા, પત્ની, બે દીકરીઓ ને દીકરો રાજકુમાર સંતોષી હતો. 22 વર્ષની ઉંમરે રાજકુમારે ઘરની જવાબદારી ઉપાડી. રાજકુમારની માતાનું 2010માં કેન્સરને કારણે અવસાન થયું. સાવકા ભાઈ-બહેનો સાથે પણ સંબંધો રાજકુમાર સંતોષીના સાવકી માતા સાથે સારા સંબંધો હતા. જ્યારે સાવકા ભાઈ-બહેનને પણ બોલાવે છે. પ્યારેલાલનો મોટો દીકરો આનંદ સંતોષી ચીફ સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે. આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું રાજકુમારે શરૂઆતમાં ડિરેક્ટર રોબિન ધર્મરાજની ફિલ્મ 'ચક્ર'માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ તેઓ વિધુ વિનોદ ચોપરા સાથે કામ કરવા લાગ્યા. જોકે, રાજકુમારને વિધુ વિનોદ ચોપરા સાથે કામ કરવાની સહેજ પણ મજા આવતી નહોતી. તેઓ ઘણીવાર રજા પાડીને બીજે ક્યાંક જતા રહેતા. થોડા દિવસ બાદ જ રાજકુમારે વિધુ વિનોદ ચોપરાને સાચી વાત કહી કે તેમને ત્યાં કામ કરવાની બિલકુલ મજા આવતી નથી. તેમની વાત સાંભળીને વિધુ વિનોદ ચોપરાએ કહ્યું હતું, 'રાજ, તું જીવનમાં કંઈક ચોક્કસથી મોટું કરીશ. તારા જેમ સાચું બોલવાની હિંમત ઘણા ઓછા વ્યક્તિમાં હોય છે.' ત્યારબાદ તેઓ ડિરેક્ટર ગોવિંદ નિહલાણીના આસિસ્ટન્ટ બન્યા. ગોવિંદ નિહલાણીએ જ્યારે 'અર્ધ સત્ય' ને 'વિજેતા' ફિલ્મ બનાવી ત્યારે રાજકુમાર સંતોષી ચીફ આસિસ્ટન્ટ હતા. આ જ સમયે રાજકુમાર સંતોષીએ નક્કી કર્યું કે પોતે એક ફિલ્મ ડિરેક્ટ કરશે અને તેમણે વાર્તાના પ્લોટ પર કામ કરવાનું શરૂ કર્યુ. પછી તેમણે સાઉથના પ્રોડ્યુસર પી. સુબ્બારાવને વાર્તા સંભળાવી. તેમને આ વાર્તા ઘણી જ પસંદ આવી. તેમણે જ્યારે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે બે-બેના બે સિક્કા એટલે કે ટોટલ 4 રૂપિયા રાજકુમાર સંતોષીને આપ્યા અને ફિલ્મ સાઇન કરી. પછી સુબ્બારાવે ફિલ્મના હીરો અંગે સવાલ કર્યો તો રાજકુમાર સંતોષીને ફિલ્મમાં લીડ રોલ માટે સની દેઓલ જ યોગ્ય લાગ્યો. હવે રાજકુમાર સંતોષી કંઈ એવા મોટા વ્યક્તિ તો હતા નહીં કે તેમની પાસે સની દેઓલનો નંબર હોય. સનીએ 18 લાખ ફી માગી તે સમયે લેન્ડલાઇન ફોન રહેતા ને ડિરેક્ટરની ઑફિસમાં ટેલિફોન ડિરેક્ટરી રહેતી. રાજકુમાર સંતોષીએ ગોવિંદ નિહલાણીની ઑફિસમાં રહેલી ડિરેક્ટરીમાંથી સની દેઓલના ઘરનો નંબર શોધ્યો ને ફોન કર્યો. તેમણે સનીના સેક્રેટરી જતિન રાજગુરુ સાથે વાત કરી. રાજગુરુએ તરત જ મળવાનો સમય આપ્યો. રાજકુમાર સંતોષી પ્રોડ્યુસર પી. સુબ્બારાવ સાથે ધર્મેન્દ્રના બગલે મળવા ગયા. ત્યાં સનીને ફિલ્મની વાર્તા સંભળાવી ને એક્ટરને ફિલ્મની સ્ટોરી ગમી ગઈ. તેણે ફિલ્મમાં કામ કરવાના 18 લાખ રૂપિયા માગ્યા. સુબ્બારાવે ફી સાંભળ્યા બાદ રાજકુમાર સંતોષીને બહાર ગાર્ડનમાં બોલાવ્યા ને 12 લાખ લેવાનું કહ્યું. સાથે શરત મૂકી કે જો ફિલ્મ 100 દિવસ ચાલી ગઈ તો પછી 6 લાખ આપશે. સનીપાજી ગુસ્સે થયા રાજકુમાર સંતોષીએ પછી આ આખી વાત સનીને કહી તો સની ગુસ્સે થઈ ઉઠ્યો કે આ રીતે તો થોડી ફી હોય? રાજકુમાર સંતોષીએ સનીપાજીને શાંત પાડતા કહ્યું હતું કે તેમની ફિલ્મ દમદાર છે અને તે ઘણી જ મહેનતથી બનાવશે. તેમને વિશ્વાસ છે કે ફિલ્મ બ્લોબસ્ટર સાબિત થશે અને 100 દિવસ પૂરા થશે. એ રીતે 16 લાખ તો મળી જ જશે. પછી તો સનીપાજીએ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી. મહિનાઓ પસાર થયા, પરંતુ રાજકુમાર સંતોષીએ ફિલ્મ અંગે સની દેઓલને કોઈ આગળની વાત કરી નહીં. એટલે સનીએ રાજકુમારને ચાંદીવલી સ્ટૂડિયો મળવા બોલાવ્યા. રાજકુમારે ઘણી જ સહજતાથી કહ્યું કે પ્રોડ્યુસરની તો કોઈ જ માહિતી નથી. આ સાંભળીને સનીએ તરત જ કહ્યું કે જો તે ફિલ્મ પ્રોડ્યુસ કરે તો તેને વાંધો નથી ને? તે સુબ્બારાવના પૈસા પરત કરી દે. પછી એકદમ સની દેઓલે સવાલ કર્યો કે કેટલા રૂપિયા પરત આપવાના છે? રાજકુમારે જ્યારે ચાર રૂપિયા કહ્યા ત્યારે સની દેઓલ હસી હસીને બેવડ વળી ગયા. સનીએ કહ્યું કે તે ચારને બદલે દસ રૂપિયા આપી દેશે. સનીએ જાતે ફિલ્મ પ્રોડ્યુસ કરી પછી તો રાજકુમારે સુબ્બારાવને સની દેઓલ ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોવાની વાત કહી. સની દેઓલે બીજા પ્રોડ્યુસર્સ કરીમ મોરાની ને અલી મોરાની સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની વાત કરી પણ બંનેએ ના પાડી. ત્યારબાદ બીજા બે-ત્રણ પ્રોડ્યુસર સાથે વાત કરી, પરંતુ કંઈ મેળ પડ્યો નહીં. અંતે, સની દેઓલે પોતાના ફુઆ (ધર્મેન્દ્રના બનેવી) વિક્રમ સિંહ દહલ સાથે વાત કરી. વિક્રમ સિંહે ઇન્સ્પેક્ટરનો રોલ વધારવાનો કહ્યો ને એક બીજો હીરો લેવાની વાત કરી. બે હીરોની વાત સાંભળીને સનીએ ફિલ્મ પોતે જ પ્રોડ્યુસ કરવાનો નિર્ણય કર્યો. તે રાજકુમાર સંતોષીને જયપુર લઈને આવ્યા. જયપુરમાં ધર્મેન્દ્ર ફિલ્મ 'બટવારા'નું શૂટિંગ કરતા હતા. ફિલ્મના સેટ પર રાજકુમાર સંતોષીએ પ્લોટ સંભળાવ્યો ને ધર્મેન્દ્રને ફિલ્મ ગમી જતાં તરત જ વિજેતા ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ એટલે 'ઘાયલ.' 'ઘાયલ' માત્ર અઢી કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સઑફિસ પર 20 કરોડનો વકરો કર્યો હતો. આ ફિલ્મને બે નેશનલ અવૉર્ડ મળ્યા, જેમાં એક બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ તથા બીજો નેશનલ ફિલ્મ અવૉર્ડઃ સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ. સનીને કારણે આમિરે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી 1990માં 'દિલ' ને 'ઘાયલ' એક જ દિવસે રિલીઝ થઈ હતી. બંને બોક્સઑફિસ પર હિટ હતી. જોકે, ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો અવૉર્ડ સની દેઓલને મળ્યો. આમિર ખાનનું માનવું હતું કે તેની એક્ટિંગને ધ્યાનમાં લેવામાં આવી નહોતી. આમિરે અવૉર્ડ ઓર્ગેનાઇઝર પર પક્ષપાતનો આક્ષેપ કરીને સોગન લીધા કે તે હવે ક્યારેય બોલિવૂડના એક પણ અવૉર્ડ ફંક્શનમાં હાજર રહેશે નહીં. આમિર-સની વચ્ચે બોક્સઑફિસ પર ટક્કર ઓમપુરી ફીને કારણે 'દામિની' છોડી પહેલી ફિલ્મ 'ઘાયલ' સુપરડુપર હિટ ગયા બાદ રાજકુમાર સંતોષી વિમેન એમ્પાવરમેન્ટની સાથે સાથે સમાજને સ્પેશિયલ સંદેશો આપે તેવી ફિલ્મ બનાવવા માગતા હતા. રાજકુમાર સંતોષી મહાત્મા ગાંધીજીના 'માણસની પોતાની અંતરાત્મા જ તેની સૌથી મોટી અદાલત હોય છે'', આ વાતથી ખાસ્સા પ્રભાવિત હતા. તેમણે લલિત મહાજન સાથે મળીને 'દામિની'ની સ્ક્રિપ્ટ લખી, જેમાં મહિલા પોતાના પૈસાદાર સાસરિયા સામે એકલે હાથે લડે છે. આ ફિલ્મની વાર્તા રાજકુમાર જ્યારે ગોવિંદ નિહલાણીના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા ત્યારે જ વિચારીને રાખી હતી. પેરલલ સિનેમાના માહોલમાં રહેવાને કારણે તેઓ રિયલ કોર્ટરૂમ ડ્રામા બતાવવા માગતા હતા. તેઓ ગોવિંદના રોલ માટે ઓમપુરી ને ચઢ્ઢાના રોલ માટે અમરિશ પુરીને લેવા માગતા હતા. બંનેની કોર્ટરૂમ ડ્રામા ટક્કર બતાવવા માગતા હતા. જોકે, ઓમપુરીના સેક્રેટરી ને પ્રોડ્યુસર વચ્ચે ફી અંગે અણબનાવ થયો અને ઓમપુરીએ ફિલ્મ ના કરી. અંતે, આ ફિલ્મ સની દેઓલે કરી. લીડ રોલમાં મીનાક્ષી શેષાદ્રી ને રિશી કપૂર હતાં. ફિલ્મના શૂટિંગ સમયે એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા 'દામિની'ના શૂટિંગ સમયે રાજકુમાર સંતોષી સાત વર્ષ નાની મીનાક્ષી શેષાદ્રીના પ્રેમમાં પડ્યા. તેમણે મીનાક્ષી સમક્ષ પ્રેમનો ઇઝહાર કર્યો હતો. જોકે, મીનાક્ષીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. મેરેજ પ્રપોઝલ ઠુકરાવતા રાજકુમાર સંતોષીને ગુસ્સો આવ્યો ને 'દામિની'માંથી મીનાક્ષીને કાઢી નાખવાનું નક્કી કરીને અન્ય એક્ટ્રેસનો અપ્રોચ કર્યો. તેમણે તે સમયની ટોચની એક્ટ્રેસિસ માધુરી દીક્ષિતથી લઈને શ્રીદેવીને 'દામિની'નો લીડ રોલ ઑફર કર્યો. જોકે, એક્ટ્રેસિસે મીનાક્ષીનું સમર્થન કરીને તે રોલ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી. અંતે, મીનાક્ષીએ સિને આર્ટિસ્ટ એસોસિએશન પાસે મદદ માગી. એક્ટ્રેસની ફેવરમાં ચૂકાદો આવ્યો. મીનાક્ષીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ને ફિલ્મે નેશનલ અવૉર્ડ જીત્યો. મીનાક્ષીએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યા બાદ રાજકુમાર સંતોષીએ મનીલા સાથે લગ્ન કર્યા. તેમને દીકરો રામ ને દીકરી તનિષા છે. 'દામિની' વિવાદોના વમળમાં આ ફિલ્મમાં લીડ રોલમાં રિશી કપૂર જોવા મળે છે અને સની દેઓલની એન્ટ્રી ઇન્ટરવલ પછી થાય છે. ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા ત્યારે સની દેઓલના કટ આઉટ જોવા મળતા હતા. રાજકુમાર સંતોષીને આ વાત બિલકુલ પસંદ આવી નહોતી અને તેમણે પ્રોડ્યુસર્સ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે રિશી કપૂરની અવગણના કરવામાં આવી છે. સની દેઓલના ડાયલોગ્સથી લઈને એક્ટિંગની ફિલ્મ રિલીઝ થયા બાદ એટલી પ્રશંસા કરવામાં આવી કે રિશી કપૂરની એક્ટિંગ અંગે કોઈ બોલ્યું જ નહીં. આ વાતથી રિશી કપૂરને દુઃખ થયું હતું. ફિલ્મમાં રવિના ટંડને સની દેઓલની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. બંનેએ સાથે ગીત પણ શૂટ કર્યુ હતું. જોકે, એડિટિંગ ટેબલ પર રવિનાના રોલ પર કાતર ફરી વળી હતી. ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરી હોવા છતાં મીનાક્ષીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ ન મળવાથી તે નારાજ થઈ હતી. અલબત્ત, આ ફિલ્મ માટે સની દેઓલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. બોબી દેઓલને લૉન્ચ કર્યો બેક ટુ બેક બે હિટ ફિલ્મ આપ્યા બાદ રાજકુમાર સંતોષીએ કોમેડી ફિલ્મ 'અંદાઝ અપના અપના' બનાવી. આ ફિલ્મ બોક્સઑફિસ પર તે સમયે ફ્લોપ રહી, પરંતુ સમય જતાં આ ફિલ્મ બોલિવૂડની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ગણાય છે. ત્યારબાદ તેમણે ટ્વિંકલ ખન્ના ને સની પાજીના ભાઈ બોબીને ફિલ્મ 'બરસાત'થી લૉન્ચ કર્યો. આ ફિલ્મ પણ હિટ રહી હતી. રાજકુમારે પછી ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં નામના મેળવી. 'લજ્જા'નો ખાસ્સો વિરોધ થયો 2001માં આવેલી ફિલ્મ 'લજ્જા'નો તે સમયે ઘણો જ વિરોધ થયો હતો. ફિલ્મમાં ચાર એક્ટ્રેસિસના નામ માતા સીતાના નામ પરથી હતા, જેમાં મૈથિલી (મહિમા ચૌધરી), જાનકી (માધુરી દીક્ષિત), રામદુલારી (રેખા) તથા વૈદેહી (મનીષા કોઇરાલા). આ નામ અંગે ઘણો જ વિવાદ થયો હતો. શિવેસના સહિત હિંદુ સંગઠનોએ ધાર્મિક ભાવના દુભાવ્યાનો આક્ષેપ કર્યો હતો, તેમાં પણ ફિલ્મના એક સીનમાં માધુરી દીક્ષિત કુંવારી માતા બને છે. તે ફિલ્મના સ્ટેજ નાટકમાં માતા સીતાનો રોલ પ્લે કરે છે અને અગ્નિપરીક્ષા આપવાની ના પાડી દે છે અને એમ કહે છે કે તે અને રામ બંને અગ્નિપરીક્ષા આપશે, કારણ કે બંને 14 વર્ષ અલગ રહ્યા હતા. આ સીનનો ભારે વિરોધ થયો હતો અને ફિલ્મને બૅન કરવાની માગ ઊઠી હતી. હિંદુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મમાં જેકી શ્રોફ, ડેની, ટીનુ આનંદના પાત્રોને નેગેટિવ બતાવ્યા છે. આ હિંદુ ધર્મનું અપમાન છે. ફિલ્મમાં રેખાને ડાકુઓ જીવતી સળગાવે છે. આ સીન ઉત્તરપ્રદેશના કાનપુરના ભવાનીપુર ગામની સત્ય ઘટના પર આધારિત હોવા છતાં ઉત્તર પ્રદેશની ઇમેજ આખા દેશમાં ખરાબ કરી હોવાનું કહીને વિરોધ થયો હતો. વિવાદ વધતા ફિલ્મના કલાકારો સામે સમન્સ ને વોરંટ જાહેર કરવામાં આવતા બોમ્બે હાઇકોર્ટે સ્ટે મૂક્યો હતો. ફિલ્મનું ટાઇટલ બાંગ્લાદેશી રાઇટર તસ્લીમા નસરીનની વિવાદાસ્પદ નોવેલ 'લજ્જા' પર આધારિત હતું. જોકે, ડિરેક્ટર રાજકુમારે ચોખવટ કરી હતી કે તેમની ફિલ્મમાં ભારતમાં મહિલાઓ પર થતાં અત્યાચારની વાત કરવામાં આવી છે. વિવાદોને કારણે 'લજ્જા' ભારતીય બોક્સઑફિસ પર ના ચાલી, પરંતુ વિદેશમાં ફિલ્મ હિટ રહી હતી. આજે પણ વિમેન એમ્પાવરમેન્ટ ફિલ્મની વાત કરવામાં આવે તો 'લજ્જા'નું નામ ચોક્કસથી લેવામાં આવે છે. પાકિસ્તાની પ્રોફેસરના નાટક પર આધારિત હવે તેમની 'બટવારા 1947' આવી રહી છે. ત્યારબાદ તેઓ 'જાટ 2' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે. 'બટવારા 1947' ફિલ્મ પાકિસ્તાની પ્રોફેસર અસગર વજાહતના નાટક 'જિસ લાહોર નઇ વેખ્યા, ઓ જમ્યા ઇ નઇ' પર આધારિત છે. 2009માં રાજકુમાર સંતોષીએ આ નાટક જોયું ત્યારે જ તેમને ઘણું જ ગમી ગયું હતું. તેમણે આ નાટક પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. તેમણે તરત જ ફિલ્મનો પ્લોટ સની દેઓલ સાથે શૅર કર્યો. સની દેઓલને આ આઇડિયા ઘણો જ ગમી ગયો. પછી તો રાજકુમાર સંતોષીએ ફિલ્મ બનાવવા પ્રોડ્યુસરની શોધ કરી. અનેક પ્રોડ્યુસર્સની ઑફિસના ચક્કરો કાપ્યા, પરંતુ એક પણ પ્રોડ્યુસર આ ફિલ્મ બનાવવા તૈયાર થયો નહીં. સની દેઓલને મનમાં હતું કે આ ફિલ્મ એક દિવસ જરૂરથી બનશે. 2023માં અંતે આ ફિલ્મ બનાવવાનું નક્કી થયું 2023માં સની દેઓલ-અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' રિલીઝ થઈ અને ફિલ્મે બોક્સઑફિસ પર 500 કરોડથી પણ વધુની કમાણી કરી. આ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં આમિર ખાન સહિત અનેક સેલેબ્સ આવ્યા હતા. રાજકુમાર સંતોષી પણ હતા. પાર્ટીમાં જ રાજકુમાર સંતોષીએ આમિરને આ ફિલ્મ અંગે વાત કરીને પ્રોડ્યુસર મળતો ના હોવાની વ્યથા પણ રજૂ કરી. આમિર ખાને પછી પોતાનું પ્રોડક્શન હાઉસ ફિલ્મ પ્રોડ્યુસ કરશે તેવી વાત કરી. અંતે, આ ફિલ્મ ફ્લોર પર ગઈ. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાન તથા ગીતકાર જાવેદ અખ્તર છે. રાજકુમાર સંતોષી તથા સની દેઓલે 1996માં ફિલ્મ 'ઘાતક'માં કામ કર્યું હતું. ત્યારબાદ બંને 30 વર્ષ બાદ 'બટવારા 1947'માં સાથે આવી રહ્યા છે. પ્રીટિ ઝિન્ટાની પણ આ કમબેક ફિલ્મ છે. પ્રીટિ આ પહેલાં 2018માં 'ભૈયાજી સુપરહિટ'માં જોવા મળી હતી. ચેક બાઉન્સમાં રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા 2015માં રાજકુમાર સંતોષીએ જામનગરના વેપારી અશોકલાલ પાસેથી ફિલ્મ બનાવવા એક કરોડની લોન લીધી હતી. તેમણે એડવાન્સ ચેક આપ્યા હતા. જોકે, સમય જતાં આ ચેક બાઉન્સ થયા ને અશોકલાલે કેસ કર્યો. આ કેસમાં રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 2013-16 દરમિયાન તેમણે રાજકોટના બિલ્ડર પાસેથી લોન લીધી હતી, આમાં પણ રાજકુમાર સંતોષીના ચેક બાઉન્સ થતાં કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 'ગાંધી વર્સિસ ગોડસે'ના શૂટિંગ દરમિયાન રાજકુમાર સંતોષીએ ક્રૂને પૈસા ના આપ્યાની ફરિયાદો થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    શું બાંગ્લાદેશ બોર્ડર વાળા ગામોમાં લૂંટપાટ-છેડતી અટકી?:જમીન મળી પરંતુ ફેન્સિંગ મુશ્કેલ, રસ્તો બદલી લે છે નદી, તણાઈ જાય છે BSF કેમ્પ
    Next Article
    Gujarat ACB News | કેતકી વ્યાસની ધરપકડ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો ! | Ketki Vyas | Crime | N18V

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment