Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લાભાર્થી પરિવાર સાથે જમીન પર ભોજન કર્યું:બોટાદ મુલાકાત દરમિયાન સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

    1 day ago

    બોટાદ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ટાટમ ગામમાં ડો. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી અનુસૂચિત જાતિ પરિવારના પ્રકાશભાઈ સનાભાઈ મકવાણાના ઘરે મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ કોઈ ઔપચારિકતા કે પ્રોટોકોલ વિના પરિવાર સાથે જમીન પર બેસીને સાદું રાત્રિ ભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે પરિવારજનો સાથે સહજ સંવાદ કરી તેમના સુખ-દુઃખ અને ખબર-અંતર પૂછ્યા હતા. શાક, રોટલી અને ખીચડી જેવા સાદા ભોજનનો પ્રેમપૂર્વક સ્વીકાર કરીને રાજ્યપાલશ્રીએ સામાજિક સમરસતા અને માનવતાનો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો. તેમની આ સાદગી અને આત્મીયતાથી પરિવારજનો તથા ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા. પ્રકાશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલનું તેમના જેવા સામાન્ય પરિવારના ઘરે આગમન અને પરિવાર સાથે ભોજન કરવું તેમના માટે જીવનભરની અવિસ્મરણીય પળ બની રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણા, જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા અને જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે પણ રાજ્યપાલ સાથે રાત્રિ ભોજન લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    જુગારધામ કેસમાં બેદરકારી દાખવનાર પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી.:જૂનાગઢના ગોકુલેશ ગૌશાળા પાસે ઝડપાયેલા જુગારધામ કેસમાં આરોપીનું નામ કાઢી નાખવાની બેદરકારી બદલ એસપીએ બી ડિવિઝનના પાંચ પોલીસ કર્મચારીઓની કરી બદલી.
    Next Article
    વડોદરામાં 14 ઓગસ્ટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:B.E. મિકેનિકલ, B.E. ઇલેક્ટ્રિકલ, M.Com તથા MBA માર્કેટિંગ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે, 30થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment