Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારધામ કેસમાં બેદરકારી દાખવનાર પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી.:જૂનાગઢના ગોકુલેશ ગૌશાળા પાસે ઝડપાયેલા જુગારધામ કેસમાં આરોપીનું નામ કાઢી નાખવાની બેદરકારી બદલ એસપીએ બી ડિવિઝનના પાંચ પોલીસ કર્મચારીઓની કરી બદલી.

    23 hours ago

    ​જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા પાસે તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતી છ મહિલાઓ જેમાં રીતુબેન મહેશભાઇ પરમાર દરબાર, દેવીબેન રાહુલભાઇ હરણ રબારી, રસીલાબેન હરસુખભાઇ દેપાણી પટેલ, ફોરમબેન રાજેશભાઇ મોરડીયા પટેલ, અન્સુયાબેન પ્રકાશભાઇ ભલાણી પટેલ અને અનીતાબેન મનીષભાઇ ગોસાઇ બાવાજીને ગંજીપત્તાના પાના તેમજ રોકડ રકમ રૂ. 16,210/- તથા પાથરણું સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. ​આ જુગારધામ દરોડાની સમગ્ર ઘટના બાદ એક આરોપી મહિલાનું નામ કેસમાંથી કાઢી નાખવાની બાબતે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ બાબત ધ્યાન પર આવતાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાએ આકરૂં વલણ અપનાવીને બી ડિવિઝન ડી-સ્ટાફના પાંચ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં ભરીને તેમની એક જ દિવસમાં આંતરિક બદલી કરી દીધી છે. ​પોલીસ અધીક્ષકની કચેરી જૂનાગઢ દ્વારા જાહેર કરાયેલા કચેરી હુકમ મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શૈલેષભાઈ શીવાભાઈ પરમારની માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તે જ રીતે બી ડિવિઝન કચેરીના અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનભાઈ હુણની બદલી વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અને અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ મગનભાઈ મકવાણાની બદલી માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.​આ ઉપરાંત બી ડિવિઝનમાં જ કાર્યરત અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ ગુગુભાઈ જેઠાભાઈ વાંદાની વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તેમજ અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ કેશુરભાઈ વરૂની શીલ પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ શુક્લ પ્રતિપદાએ સોમનાથ મહાદેવનો પીળા પુષ્પોનો શૃંગાર:પાવન પર્વે ગર્ભગૃહમાં અલૌકિક નજારો; પીળો રંગ જ્ઞાન, પ્રકાશનું પ્રતીક
    Next Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લાભાર્થી પરિવાર સાથે જમીન પર ભોજન કર્યું:બોટાદ મુલાકાત દરમિયાન સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment