Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ:અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી ફગાવી

    1 day ago

    અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 65 વર્ષીય મહિલા આરોપી રમીલા ડોડીયાની જામીન અરજી ફગાવી નાખી છે. આરોપી સામે રામોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 18 જુલાઈના ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ વસ્ત્રાલ ગામ ખાતે આવેલી એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં તારીખ 18 જુલાઈના રોજ ફટાકડા બનાવવાની સામગ્રીના કારણે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 11 નિર્દોષ મજૂરોના મોત નિપજ્યા હતા અને 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ અને તપાસ અધિકારી મુજબ આ ફેક્ટરી યોગ્ય ફાયર સેફ્ટી કે પોલીસ વિભાગની કોઈ સત્તાવાર પરવાનગી વગર ચલાવવામાં આવી રહી હતી. મુખ્ય આરોપી મેહુલ ડોડીયાનાના માતા અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેમણે ગુનામાં કોઈ સક્રિય ભાગ ભજવ્યો નથી. તેઓ 65 વર્ષના વૃદ્ધ મહિલા છે અને પોતે પણ આ બનાવમાં ઘાયલ થયા છે. અરજદાર ગુજરાત ફાયર વર્ક્સના માલિક કે ભાગીદાર નથી, પરંતુ તે મુખ્ય આરોપી મેહુલ ડોડીયાનાના માતા માત્ર છે. મેહુલ ડોડીયા લાયસન્સ ધરાવી ફટાકડાનો ધંધો કરે છે અને જરૂરી તમામ સેફ્ટી સર્ટિફિકેટ ધરાવે છે. ફેક્ટરીમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી નહોતી સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અરજદારનો પુત્ર મેહુલકુમાર અને અન્ય આરોપી સાદ્દીકઅલી ત્રણેય ભેગા મળીને આર્થિક ફાયદા માટે ભાગીદારીમાં ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા હતા. ફેક્ટરીમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી નહોતી. આરોપીઓ જાણતા હતા કે આવી સાવચેતી વગર કામ કરાવવાથી અકસ્માત સર્જાઈ શકે છે અને લોકોના જીવ જઈ શકે છે. લાયસન્સ રિન્યૂ કરાવ્યા વગર ઉત્પાદન ચાલુ રાખ્યું તપાસ અધિકારીના સોગંદનામા મુજબ અરજદાર વિરુદ્ધ વર્ષ 2014 માં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાયેલો છે. તેઓ વર્ષોથી વિવિધ ભાગીદારો સાથે ફટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. ફટાકડા બનાવવાનું લાયસન્સ તારીખ 4 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, લાયસન્સ રિન્યૂ કરાવ્યા વગર ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું. અરજદાર આ ફેક્ટરીના મુખ્ય સંચાલક છે અને હાલ ગુનાની તપાસ ચાલુ હોવાથી જામીન અરજી ના મંજૂર કરવા માંગણી કરી. સિટી સેશન્સ કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી ફગાવી કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર સામે પ્રથમ દર્શનીય કેસ જણાય છે. ફેક્ટરી માટે જરૂરી લાયસન્સ, પરવાનગીઓ કે સલામતીના સર્ટીફીકેટો મેળવવામાં આવ્યા હતા કે નહીં તે ઊંડી તપાસનો વિષય છે અને હાલ તપાસ પ્રગતિ હેઠળ છે. અરજદારની મુખ્ય ભૂમિકા, ગુનાની ગંભીરતા અને 11 નિર્દોષ મજૂરોના જીવ ગયા હોવાની બાબત ધ્યાને લેતા આ તબક્કે જામીન આપવું વ્યાજબી અને ન્યાયોચિત જણાતું નથી.
    Click here to Read More
    Previous Article
    When USAID Shut In Nepal, Mothers And Babies Started Dying
    Next Article
    15 કરોડની બે દરખાસ્ત AMCએ પરત મોકલી:ચેનપુર તળાવ ડેવલોપમેન્ટમાં ગાર્ડનિંગ એજન્સી અને ભુવા રીપેર માટે એક વર્ષ પછી દરખાસ્ત લાવતા મંજૂર ન કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment