Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 કરોડની બે દરખાસ્ત AMCએ પરત મોકલી:ચેનપુર તળાવ ડેવલોપમેન્ટમાં ગાર્ડનિંગ એજન્સી અને ભુવા રીપેર માટે એક વર્ષ પછી દરખાસ્ત લાવતા મંજૂર ન કરાઈ

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાણીપ વોર્ડમાં ચેનપુર તળાવ ડેવલપ કરવા અંગેની અને ચાંદલોડિયા વોર્ડમાં ભૂવા રિપેરિંગની દરખાસ્તમાં ભારે ગરબડ અને અનિયમિતતાઓ જણાયા બાદ કમિશનર તરફ પરત મોકલી દેવામાં આવી છે. ઇજનેર વિભાગના અધિકારીઓ આ કામગીરી અંગે કમિટી સમક્ષ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા નહોતા. રાણીપ ચેનપુર તળાવ ડેવલપમેન્ટ દરખાસ્ત (₹14.12 કરોડ) ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતા દ્વારા રાણીપના ચેનપુર તળાવને ડેવલપ કરવા માટે ગાર્ડન અને સિવિલ વર્કનું ભેગું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 'નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટ' નામની એજન્સીએ ₹14.12 કરોડનો સૌથી ઓછો ભાવ ભર્યો હતો અને વોટર કમિટીએ તેને મંજૂરી આપી દીધી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના વિસ્તૃત અભ્યાસમાં બહાર આવ્યું કે તળાવ ડેવલપમેન્ટમાં માત્ર 30% કામ જ ગાર્ડનનું હતું, જ્યારે 70% કામ કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક વગેરે જેવા સિવિલ વર્કનું હતું. સિવિલ વર્ક વધુ હોવા છતાં ગાર્ડનની એજન્સીને જંગી રકમનું કામ સોંપવા સામે શંકા જાગતાં આ દરખાસ્ત પરત કરવામાં આવી છે. ચાંદલોડિયા વોર્ડમાં ભૂવા રિપેરિંગ દરખાસ્ત (₹94.51 લાખ) ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા, જગતપુર, ત્રાગડ, છારોડી અને નાકોડા વિસ્તારમાં સ્ટોર્મ વોટર તથા ડ્રેનેજ લાઇન પર પડેલા ભૂવા રિપેર કરવા ₹1 કરોડના અંદાજ સામે 'સંગમ એન્જિનિયર્સ' નામના કોન્ટ્રાક્ટરે ₹94.51 લાખનો નીચો ભાવ ભર્યો હતો. આ ટેન્ડરમાં વર્ષ 2000-10 ના જૂના SOR (Scale of Rates) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઓગસ્ટ 2025 માં પ્રાઇસ બીડ ખોલવામાં આવી હોવા છતાં છેક અત્યારે (એક વર્ષ પછી) દરખાસ્ત રજૂ કરવા અંગે અધિકારીઓ કમિટી સમક્ષ યોગ્ય ખુલાસો કરી શક્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ:અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી ફગાવી
    Next Article
    L&T Bags Rs 10,000-Crore Order To Build India's Largest AI Factory In Chennai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment