Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીમાં દિવ્યાંગ-વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પ શરૂ:કલેક્ટર મનીષ ગુરવાનીએ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું

    8 hours ago

    નવસારી જિલ્લાના ગણદેવી ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ પ્રથમ દિવસે કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેમ્પ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ALIMCO અને નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણો ઉપલબ્ધ કરાવવાનો છે. કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં આવા કેમ્પનું આયોજન કરાયું છે. ગણદેવીના અટલજી કોમ્યુનિટી હોલ, નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં કલેક્ટર મનીષ ગુરવાનીએ લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ગણદેવી ખાતે ૧૩ અને ૧૪ ઓગસ્ટ દરમિયાન આયોજિત આ કેમ્પમાં અંદાજિત ૧૫૦૦ વરિષ્ઠ નાગરિકો અને ૧૫૦ દિવ્યાંગ લાભાર્થીઓ લાભ લેશે. પ્રથમ દિવસે, ૧૩ ઓગસ્ટના બપોરના ૨ વાગ્યા સુધીમાં ૩૧૪ વયોવૃદ્ધ અને ૭૨ દિવ્યાંગ લાભાર્થીઓએ એસેસમેન્ટ કરાવી લાભ લીધો હતો. કેમ્પમાં પાત્ર લાભાર્થીઓ માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ, ઘોડી, શ્રવણયંત્ર, કૃત્રિમ અંગો, વૉકર, કોમોડ ચેર, નિશાની સ્ટીક, બેક સપોર્ટ અને ની સપોર્ટ સહિતના વિવિધ સહાયક ઉપકરણો માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એસેસમેન્ટ બાદ પાત્રતા મુજબના ઉપકરણોની ફાળવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જિલ્લામાં યોજાઈ રહેલા આ એસેસમેન્ટ કેમ્પનો વધુમાં વધુ પાત્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો લાભ લે તેવી અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે પોતાના તાલુકા વિસ્તારમાં યોજાનારા કેમ્પમાં ઉપસ્થિત રહી એસેસમેન્ટ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    21 વર્ષ, 25 બદલી:IAS તુકારામ મુંઢેની સર્જિકલ સ્ટ્રાઇક, ફાઇવ સ્ટાર હોટલોથી IIT મુંબઇ સુધી, નાયકની જેમ સપાટો બોલાવતા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ
    Next Article
    રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે 14 વોચ ટાવર ઉભા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment