Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદરિયાણામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રા:ભાજપના નેતાઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા

    1 day ago

    આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ પાટડી તાલુકાના આદરિયાણા ગામે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, પાટડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવભાઈ ઠાકોર, પાટડી તાલુકા પંચાયત પ્રમુખ નનુભાઈ ચાવડા સહિત ખેંગારભાઈ ડોડીયા, જેસીંગભાઇ ચાવડા, નનુભાઈ ખેર, રામભાઈ ચાવડા, વાલાભાઈ ભરવાડ, રામભાઈ રથવી, ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને તાલુકાના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન 'વંદે માતરમ' અને 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના ગગનભેદી નારાઓથી આદરિયાણાની શેરીઓ ગુંજી ઉઠી હતી. આ ભવ્ય યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું, જેમાં સૌ કોઈએ રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જોશીપુરામાં ટીપી સ્કીમ-6 સામે રહીશોમાં ભારે આક્રોશ:જૂનાગઢમાં ટીપી સ્કીમ-6 નો વિરોધ: ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને 2000 લોકો વાંધા અરજીઓ સાથે નગર નિયોજક કચેરીએ પહોંચ્યા, ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી
    Next Article
    ગુજરાત યુનિવર્સિટી પાસે ABVPએ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું:પેપર લીક મામલે વિરોધમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત, એક વિધાર્થીના પગમાં પણ આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment