Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટી પાસે ABVPએ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું:પેપર લીક મામલે વિરોધમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત, એક વિધાર્થીના પગમાં પણ આગ લાગી

    1 day ago

    દેશભરમાં ABVP દ્વારા ઝારખંડ પેપર લીક મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા ઝારખંડ સરકારનું પૂતળું પણ સળગાવવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન પોલીસ અને ABVP વચ્ચે ઘર્ષણ થયું હતું. એક કાર્યકર્તાના પગ પર પણ આગ લાગી હતી. ઝારખંડમાં પેપર લીક મુદ્દે ગુજરાત યુનિ. પાસે ABVPનો વિરોધ ઝારખંડમાં JPSC - JSSC પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે ABVP દ્વારા દેશભરની 1200 યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. અમદાવાદ પણ ગુજરાત યુનિવર્સિટી પાસે ABVP દ્વારા પેપર લીકનો વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધ દરમિયાન ઝારખંડ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.આ દરમિયાન જ કેટલાક કાર્યકરો ઝારખંડ સરકારનું પૂતળું લઈને આવ્યા હતા.પૂતળું આવતા જ પોલીસ અને ABVP ના કાર્યકરો વચ્ચે પૂતળા માટે ખેંચતાણ થઈ હતી. વિદ્યાર્થીના પગમાં આગ લાગી ગઈ, ટીંગાટોળી કરી અટકાયત ભારે ઘર્ષણ બાદ ABVPના કાર્યકરોએ પોલીસ પાસેથી પૂતળું લઈને સળગાવ્યું હતું. પૂતળા પર પેટ્રોલ નાખતા આગ મોટી થઈ હતી. ત્યારે એક વિધાર્થીના પગમાં પણ આગ લાગી ગઈ હતી. જોકે બાજુમાં વરસાદનું પાણી હોવાથી વિધાર્થીએ પાણીમાં પગ નાખી દીધો હતો. જેના કારણે મોટી ઘટના ટળી હતી. વિરોધ દરમિયાન પોલીસે ABVPના કાર્યકરો સાથે ભારે ઘર્ષણ કરી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. ABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું કે, ઝારખંડમાં વિધાર્થીઓ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, ત્યારે પેપર લીકની ઘટના બને છે. વિધાર્થીઓ વિરોધ કરે તો તેમના પર દમન કરવામાં આવે છે. જેનો આજે દેશભરમાં ABVP વિરોધ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આદરિયાણામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રા:ભાજપના નેતાઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    Kerala High Court Restores Foreign Funding Licence Of 2 NGOs, Questions Centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment