Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થમાં ટેકનોલોજીનો ઉપયોગ:કોમનવેલ્થ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર તૈયાર થશે, એક જ જગ્યાએ ડેશબોર્ડ મારફતે સંકલન થશે

    2 days ago

    આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારા કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઈ-ગવર્નન્સ કમિટી દ્વારા ટેકનોલોજીના ઉપયોગ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ-વિદેશમાંથી આવનારા મહેમાનોની વ્યવસ્થા અને વિવિધ એજન્સીઓની કામગીરીનું એક જ જગ્યાએથી મોનિટરિંગ અને સંકલન થઈ શકે તે માટે ખાસ સિસ્ટમ અને ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે. કોમનવેલ્થ આયોજન અને સ્માર્ટ સિસ્ટમ ઈ ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મટીરીયલમેન્ટ પ્રોક્યોરમેન્ટ કમિટી ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ માટે "Ahmedabad Integrated Sports Operations Centre (AISOC)" અને "Volunteer Management System (VMS)" તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર ડેશબોર્ડ તૈયાર કરવા માટે M/s nCode Solutions Pvt. Ltd. ને ₹9.40 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. તમામ કાર્યરત એજન્સીઓ, સ્વયંસેવકો (Volunteers) ની કામગીરી અને મોબિલિટી સહિતની સુવિધાઓનું સંચાલન આ એક જ ડેશબોર્ડ મારફતે થશે. સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ અને ઝોનવાઇઝ ટેન્ડરિંગ શહેરમાં આવેલા 2.17 લાખ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓના મેન્ટેનન્સ માટે અગાઉ એક જ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ હવેથી દરેક ઝોન માટે અલગ-અલગ ટેન્ડર બહાર પાડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ઝોનમાં ક્રિઆન એન્જિનિયરિંગ એન્ડ સર્વિસીસને 3 મહિના માટે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. તહેવારો પૂર્વે બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા કડક આદેશ ચોમાસા દરમિયાન અને આગામી ધાર્મિક તહેવારોને ધ્યાને રાખીને ધાર્મિક સ્થાનો આસપાસ સ્ટ્રીટ લાઇટો બંધ ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. હાલ દરરોજ 500થી વધુ ઓનલાઇન ફરિયાદો મળી રહી છે, ત્યારે કમિટીએ સૂચના આપી છે કે નાગરિકોની ફરિયાદ આવે તેની રાહ જોયા વગર અધિકારીઓએ પોતે કે ફેક્ટ પર જઈને બંધ લાઇટો તાત્કાલિક ચાલુ કરાવવી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટી પાસે ABVPએ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું:પોલીસ સાથે ભારે ઘર્ષણ બાદ પેપર લીક મામલે પૂતળું બાળ્યું, એક વિધાર્થીનો પગમાં પણ આગ લાગી
    Next Article
    શ્રમિકો માટે મોટી રાહત:હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર, 6 સંસ્થાઓ સાથે MoU

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment