Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી વાજા ઉપસ્થિત રહેશે:હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે હિંમતનગરમાં 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત તિરંગા યાત્રા અને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોજાશે, જે રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપશે. ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ 14 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે હિંમતનગરના કેશવ કોમ્પ્લેક્સથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા મોતીપુરા સર્કલ સુધી યોજાશે, જેમાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે. તિરંગા યાત્રા બાદ સાંજે 6 કલાકે હિંમતનગરના ડૉ. નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ભારતના વિભાજન દરમિયાન દેશવાસીઓએ વેઠેલી વેદના, સંઘર્ષ અને વિસ્થાપનની પીડાને સ્મરણ કરવા તેમજ તે સમયગાળા દરમિયાન બલિદાન આપનાર અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરનાર દેશવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે છે. આ કાર્યક્રમોને લઈને તિરંગા યાત્રાના માર્ગ પર તૈયારીઓ કરવામાં આવી છે. નમસ્તે સર્કલ અને મહાવીરનગર ચાર રસ્તા સર્કલ પર તિરંગા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહાવીરનગર, છાપરિયા થઈને મોતીપુરા ગાંધીજીની પ્રતિમાએ પહોંચતા માર્ગ પરના સર્કલને પણ તિરંગાથી શણગારવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર 'છોટા કાશી' તરીકે આધ્યાત્મિક ઓળખ:અસંખ્ય પ્રાચીન મંદિરો અને ધાર્મિક વારસાને સદીઓ જૂનો ઇતિહાસ શ્રદ્ધાળુઓ માટે આસ્થાના મુખ્ય કેન્દ્ર
    Next Article
    PGVCL કચેરીએ કોંગ્રેસનો હોબાળો:ઉર્જામંત્રી સમય ન આપતા જામનગર રોડની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટક્યાનો આક્ષેપ, 70 હજાર ગ્રાહકો વીજળી ગૂલની સમસ્યાથી પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment