Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL કચેરીએ કોંગ્રેસનો હોબાળો:ઉર્જામંત્રી સમય ન આપતા જામનગર રોડની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટક્યાનો આક્ષેપ, 70 હજાર ગ્રાહકો વીજળી ગૂલની સમસ્યાથી પરેશાન

    1 day ago

    રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર PGVCL દ્વારા ₹ 6 કરોડના ખર્ચે નિર્મિત સબ ડિવિઝન કચેરીનું ઉર્જા મંત્રી દ્વારા લોકાર્પણનો સમય આપવામાં ન આવતા ખુલ્લુ ન મૂકવામાં આવી રહ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો. જેને લીધે 70 હજાર વીજ ગ્રાહકને મુશ્કેલી પડી રહ્યાનું જણાવાયું હતું. જે મામલે PGVCL ના મટીરીયલ વિભાગના ચીફ એન્જિનિયરે 15 દિવસમાં નવું બિલ્ડિંગ ખૂલ્લું મુકાઇ જશે તેવું બાયેંધરી આપી હતી. જો કે આ વિરોધ દરમિયાન 'કમળવાળી સરકારના ઉર્જામંત્રી ઉદ્ઘાટનનો સમય આપો, ₹ 37 કરોડનું લિઝ ભાડું, 10 કરોડનું 66 KV સબ સ્ટેશન, 4 કરોડનું બિલ્ડિંગ, પ્રજાના પૈસાની કમાણી ઉદ્ઘાટનમાં અટવાણી' જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યાં હતા. 'વહેલી તકે ઓફિસ ખુલ્લી મૂકવા માગ' શહેરના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી. જ્યારે લાઈટ જાય, ગામડા જેવી પરિસ્થિતિઓ હાલ થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરોએ સરકારમાં રજૂઆત કરી હતી કે, આ GEBના પ્રશ્ન ઉકેલવામાં આવે. લોકોની લાઈટ જાય છે. બિલ ભરવાના જે પ્રશ્ન છે એ વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે. જો કે ₹5 કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર છે, પણ ઉર્જા મંત્રી લોકાર્પણ પણ માટે સમય આપતા નથી. એટલે અમે આજે MDને રજૂઆત કરવા આવ્યા હતા, કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મુકવામાં આવે. 'IT સેક્શનનું કામ પૂર્ણ થતા 15થી 20 દિવસ લાગશે' આ મામલે PGVCLના મટિરિયલ વિભાગના ચીફ એન્જિનિયર બી.ડી.પરમારે જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પક્ષ તરફથી અહીં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જામનગર રોડ ઉપર માધાપર અને બેડી નાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની છે, તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે. જેના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરીશું. સિવિલ કામ તો કમ્પ્લીટ થયું છે, પણ એમાં IT સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું. લગભગ 15થી 20 દિવસની અંદર અમે કામ પૂરું કરી દેશું. 'ઊર્જા મંત્રીનો સમય નથી મળ્યો, એવું નથી' આ બંને સબ ડિવિઝનની નવી કચેરી ₹ 6 કરોડના ખર્ચે તૈયાર છે. બેડી નાકા અને માધાપર સબ ડિવિઝનના બંને સબ ડિવિઝનના આશરે 60થી 70 હજાર ગ્રાહકોને એનો ફાયદો થશે. કોંગ્રેસ કહે છે કે, છેલ્લા બે મહિનાથી બિલ્ડિંગ કમ્પ્લીટ છે પણ ઊર્જા મંત્રીનો સમય નથી મળ્યો એટલે જનતા માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. તે બાબતે તેમણે કહ્યું કે, ના, એવું ખરેખર નથી. અત્યારે બધી ઓફિસ હાઈટેક થઈ ગઈ છે. જેથી ઓનલાઈન પધ્ધતિથી બધી એપ્લિકેશનનું કામ 100 ટકા પૂર્ણ કર્યા પછી જ ઓફિસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે તે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દેશું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી વાજા ઉપસ્થિત રહેશે:હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી
    Next Article
    After Outrage, Mumbai's Rs 6.5 Crore 'Vegetarian-Only' Flat Ad Deleted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment