Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિરંજીવીને જોઈ ઇન્ફ્લુએન્સર પોટી મામા રડી પડ્યા:સાઉથસ્ટારના પગમાં પડી ગયા; ઇજાગ્રસ્ત હોવા છતાં ભત્રીજો વરુણ તેજ પણ પગે લાગ્યો

    2 days ago

    ફિલ્મ 'કોરિયન કનકરાજુ'ના એક ઇવેન્ટમાં ફિલ્મના એક્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોટી મામા સ્ટેજ પર ભાવુક થઈને રડી પડ્યા. તેમણે જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી તેમના આદર્શ ચિરંજીવીને મળવાનું સપનું જોઈ રહ્યા હતા. ભાવુક થઈને તેઓ ઓડિયન્સમાં બેઠેલા ચિરંજીવી પાસે પહોંચ્યા અને તેમના પગ સ્પર્શીને પડી ગયા. ચિરંજીવીએ તેમને તરત જ ઉભા કર્યા અને ગળે લગાડ્યા. આ પછી તેમણે પોટી મામાને પોતાની પાસે ફ્રન્ટ રોમાં બેસાડ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો. ચિરંજીવીએ તેમને એક તસવીર પણ ભેટ આપી. નોંધનીય છે કે, 11 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં ફિલ્મની ભવ્ય ‘મેગા બ્લોકબસ્ટર સક્સેસ સેલિબ્રેશન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેગાસ્ટાર ચિરંજીવી મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. વરુણ તેજે પણ ચિરંજીવીના ચરણ સ્પર્શ કર્યા આ જ ઇવેન્ટમાંથી ફિલ્મના લીડ એક્ટર અને ચિરંજીવીના ભત્રીજા વરુણ તેજનો વીડિયો પણ સામે આવ્યો. તેમાં વરુણ સ્ટેજ પર પોતાના કાકાના ચરણ સ્પર્શ કરતો જોવા મળ્યો. ખાસ વાત એ છે કે, પગમાં ઈજા હોવા છતાં તે ઝૂકીને ચિરંજીવીના આશીર્વાદ લેવા પહોંચ્યો. વીડિયોમાં ચિરંજીવી તેને સંભાળતા પણ જોવા મળી રહ્યા છે. વરુણ તેજની આ સાદગી અને પરિવાર પ્રત્યેનું સન્માન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નોંધનીય છે કે, વરુણ તેજને તાજેતરમાં તેની આગામી ફિલ્મ 'ભારી' માટે વોલીબોલની પ્રેક્ટિસ કરતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી. જાણો કેવી છે ફિલ્મની વાર્તા વરુણ તેજ સ્ટારર ફિલ્મ ‘કોરિયન કનકરાજુ’ એક તેલુગુ હોરર-કોમેડી છે. ફિલ્મનું ડિરેક્શન મેરલપાકા ગાંધીએ કર્યું છે. એમાં રિતિકા નાયક અને સત્યા પણ મહત્ત્વના પાત્રોમાં છે. ફિલ્મ 7 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. વાર્તા પેનકોંડાના રહેવાસી કનકરાજુની છે. તે ગુસ્સેલ અને સીધો-સાદો યુવક છે. તેની જિંદગી ત્યારે બદલાઈ જાય છે, જ્યારે એક રહસ્યમયી વસ્તુ દ્વારા તેના શરીરમાં એક કોરિયન ગેંગસ્ટરનો આત્મા આવી જાય છે. એ પછી કનકરાજુનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તે કોરિયન ભાષા બોલવા લાગે છે અને તેનામાં કેટલીક વિચિત્ર શક્તિઓ પણ આવી જાય છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78080 પર બંધ:નિફ્ટી 40 પોઈન્ટ ગગડીને 24396 પર આવ્યો, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ વેચવાલી રહી
    Next Article
    પ્રિયંકાની ગૌમૂત્ર-એક્સપર્ટવાળી ટિપ્પણી, 38 દેશોના વૈજ્ઞાનિકોનો વિરોધ:IIT મદ્રાસ ડિરેક્ટરના સમર્થનમાં ઓનલાઈન ઝુંબેશ, 14 હજાર લોકોનું સમર્થન; પ્રિયંકા પર માફી માટે દબાણ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment